Home Entertainment This Singer Who Was Forced To Sleep On The Sidewalk Because He Didnt Have A Credit Card Has A Ticket For 6 Lakhs Today

આ સેન્સેશનલ સિંગરે વિદેશમાં બે રાત રસ્તા પર કાઢી છે : ક્રેડિટ કાર્ડ ન હોવાથી ફૂટપાથ પર સુવા મજબુર આ સિંગરની આજે એક ટીકીટ 6 લાખની!

આ સેન્સેશનલ સિંગરે વિદેશમાં  બે રાત રસ્તા પર કાઢી છે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 05:20 AM IST

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાભરના ચાર્ટબસ્ટર લિસ્ટમાં જેનું નામ ટોપ પર રહે છે, તે સુપરસ્ટાર ક્યારેક રસ્તા પર સૂવા માટે મજબૂર હતો? પંજાબી સિંગર અને ગ્લોબલ આઈકોન એપી ધિલ્લોને તાજેતરમાં 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં પોતાની જિંદગીના એવા પાના ખોલ્યા છે, જે જાણીને તેના ચાહકોની આંખો ભીની થઈ ગઈ છે.

ક્રેડિટ કાર્ડ નહોતું એટલે રસ્તા પર સૂવું પડ્યું

એપી ધિલ્લોને શોમાં જણાવ્યું કે જ્યારે તે પહેલીવાર કેનેડા પહોંચ્યો ત્યારે તેની પાસે માત્ર પિતાએ આપેલા થોડા રોકડા રૂપિયા હતા. તેની પાસે ક્રેડિટ કાર્ડ ન હોવાને કારણે કોઈ પણ હોટેલે તેને રૂમ આપવાની ના પાડી દીધી હતી. પરિણામે, કડકડતી ઠંડી અને જેટ-લેગ (Jet lag) હોવા છતાં તેને સતત બે રાત રસ્તા પર સૂવું પડ્યું હતું. અંતે એક ભારતીય દંપતીએ મદદ કરી અને પોતાના ક્રેડિટ કાર્ડ પર તેને હોટેલ અપાવી હતી.

ગેસ સ્ટેશન પર 12-12 કલાક મજૂરી

આજે અંદાજે 83 કરોડની નેટવર્થ ધરાવતો આ સિંગર એક સમયે ગુજરાન ચલાવવા માટે ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર્સ અને બેસ્ટ બાય જેવી દુકાનોમાં 12-12 કલાક મજૂરી કરતો હતો. તે દિવસમાં કામ કરતો અને રાત્રે કોલેજ જતો હતો. તેની પાસે સંગીત શીખવા માટે વ્યવસ્થિત જગ્યા પણ નહોતી, તેથી તેણે ભાડાના ઘરના એક નાના ગેરેજમાં પ્લાયવુડની કેબિન બનાવીને પોતાનો સ્ટુડિયો તૈયાર કર્યો હતો.

6 લાખની એક ટિકિટ!

એપી ધિલ્લોનની લોકપ્રિયતા આજે એ સ્તરે છે કે તેના લાઈવ કોન્સર્ટની VVIP ટિકિટની કિંમત 6 લાખ રૂપિયા (અંદાજે 6.25 લાખ) સુધી પહોંચી છે. શોમાં જ્યારે કપિલે આ મોંઘી ટિકિટ વિશે મજાક કરી, ત્યારે ધિલ્લોને હસતા હસતા જવાબ આપ્યો હતો કે, "જેણે 6 લાખ આપ્યા છે, એને મનોરંજન પણ એટલું જ મળવું જોઈએ ને!"

પ્રેરણાદાયી સંદેશ

'બ્રાઉન મુંડે', 'એક્સક્યુઝીસ' અને 'વિથ યુ' જેવા સુપરહિટ ગીતો આપનાર એપી ધિલ્લોનની આ વાર્તા સાબિત કરે છે કે જો તમારી પાસે દ્રઢ નિશ્ચય અને સખત મહેનત કરવાની તૈયારી હોય, તો રસ્તા પરથી આકાશની ઊંચાઈએ પહોંચતા કોઈ રોકી શકતું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now