Home Automobile This Maruti Car With A Mileage Of 35km And 6 Airbags Will Be Coming Soon

35km ની માઇલેજ અને 6 એરબેગ્સ સાથે જલ્દી આવશે Maruti ની આ કાર! : જાણો કિંમત અને ફીચર્સની માહિતી

35km ની માઇલેજ અને 6 એરબેગ્સ સાથે જલ્દી આવશે Maruti ની આ કાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2026, 05:00 AM IST

Maruti Suzuki will soon launch a new hybrid version of the car in the Indian market: Maruti Suzuki ટૂંક સમયમાં ભારતીય બજારમાં એક નવા Hybrid વર્ઝનની કારને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કાર બીજી કોઈ નહીં પણ Maruti Fronx Hybrid છે. આ કાર 2027 માં લોન્ચ થવાની અપેક્ષા છે. Maruti Fronx Hybrid ઘણી વખત પરીક્ષણમાં જોવા મળી છે. જાણો Maruti Fronx Hybrid ની સંપૂર્ણ માહિતી.

Maruti Fronx Hybrid ની કિંમત કેટલી હશે?

નવી Maruti Fronx Hybrid વર્તમાન પેટ્રોલ મોડલ કરતાં થોડી મોંઘી હોવાની અપેક્ષા છે. તેની કિંમત પેટ્રોલ વર્ઝન કરતાં લગભગ ₹2,00,000 થી ₹2,50,000 (એક્સ-શોરૂમ) વધુ હોવાની અપેક્ષા છે. હાલમાં, Maruti Fronx નો ભાવ ₹7.59 લાખ અને ₹12.95 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. એટલે અંદાજે Fronx Hybrid વેરિઅન્ટની કિંમત ₹8,00,000 થી ₹15,00,000 (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોઈ શકે છે. આ કેટેગરીમાં, આ SUV મધ્યમ વર્ગના ગ્રાહકો માટે બજેટ-ફ્રેંડલી ઓપ્શન બની શકે છે.

Maruti Fronx ની માઇલેજ કેટલી હશે?

Maruti Fronx Hybrid માં કંપનીનું નવું 1.2-લિટર Z12E થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે, જે મજબૂત હાઇબ્રિડ સિસ્ટમ સાથે કામ કરશે. આ એક સીરિઝ હાઇબ્રિડ સેટઅપ છે, જેમાં પેટ્રોલ એન્જિન બેટરી ચાર્જ કરે છે અને ઇલેક્ટ્રિક મોટર વ્હીલ્સને પાવર આપે છે. આ નવી ટેકનોલોજી સાથે, Fronx Hybrid ની માઇલેજને 30 થી 35 કિમી/લીટર સુધી પહોંચાડી શકે છે. Maruti Fronx Hybrid હાલના પેટ્રોલ વર્ઝન (20.01–22.89 કિમી/લીટર) અને CNG વેરિઅન્ટ (28.51 કિમી/કીગ્રા) કરતાં વધારે છે.

Maruti Fronx Hybrid માં ક્યાં ફીચર્સ હશે?

Maruti Fronx Hybrid અનેક પ્રીમિયમ ફીચર્સ સાથે આવશે. તેમાં 9-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હેડ-અપ ડિસ્પ્લે (HUD), 360-ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને સનરૂફ સામેલ હોવાની અપેક્ષા છે. કંપની ટોપના મોડલમાં લેવલ-1 ADAS પણ આપી શકે છે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત અને સરળ બનાવે છે. મારુતિ હંમેશા તેના સેફટી પેકેજને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. Fronx Hybrid માં હાલના મોડલ જેવી જ સેફટી સુવિધાઓ મળશે. આમાં છ એરબેગ્સ (સ્ટાન્ડર્ડ), EBD સાથે ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ આસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now