Home Health-lifestyle This Is How You Can Drink Sweet Lime Juice In Winter Include It In Your Diet

વિન્ટર સ્પેશિયલ જ્યુસ : શિયાળામાં આવી રીતે તમે પી શકો છો મોસંબીનું જ્યુસ, ડાયેટમાં કરો સામેલ

વિન્ટર સ્પેશિયલ જ્યુસ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 04:30 AM IST

મોસંબી એક એવું ફળ છે જેનું ગરમીમાં વધારે સેવન કરવામાં આવે છે. શિયાળામાં શરદી કરાવશે તેવું માનીને ઘણા લોકો મોસંબીનું સેવન નથી કરતા. પરંતુ શું તમને ખબર છે કે, શિયાળામાં મોસંબીનું જ્યું પીવું ખૂબ જ ગુણકારી સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે મીઠા લીંબુના રસમાં ઠંડી અસર હોય છે, તેથી શિયાળામાં તેનું સેવન ન કરવું જોઈએ. જો તમને પણ આવું જ લાગતું હોય તો જાણી લો કે આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. આજે અમે તમને તેનું કારણ પણ જણાવી રહ્યા છે.

મોસંબીના જ્યુસમાં વિટામિન સી ભરપૂર હોય છે, જે આપણી ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે. શિયાળામાં થતી શરદી, ઉધરસ જેવી બીમારીઓ સામે લડવામાં વિટામિન સી ખૂબ જ મદદ કરે છે. આવી બીમારીઓથી બચવા માટે રોજ 1 ગ્લાસ મોસંબીનું જ્યુસ પીવું જોઈએ. મોસંબીમાં ફાઈબર સારી એવી માત્રામાં હોય છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત માટે મોસંબીનો જ્યુસ તમે પી શકો છો.

આ સાથે મોસંબીનો જ્યુસ ત્વચા માટે પણ ખૂબ જ સારો છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોસંબીનો જ્યુસ પીવાથી ત્વચામાં નિખાર આવે છે અને પિમ્પલ્સની સમસ્યાથી છુટકારો મળે છે. મોસંબીમાં કેલેરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે અને ફાઈબર વધારે હોય છે એટલે તે વજન ઘટાડવામાં મદદ કરે છે મોસંબીમાં મેગ્નેશિયમ હોયછે, જે સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.

આટલું રાખો ધ્યાન
મોસંબીનો રસ તાજો તૈયાર કર્યા પછી જ પીવો જોઈએ.તમે મોસંબીના રસમાં થોડો લીંબુનો રસ અને મધ ભેળવીને પણ પી શકો છો.જો તમને તેનો સ્વાદ પસંદ ન હોય, તો તમે તેને અન્ય ફળો સાથે ભેળવીને રસ બનાવી શકો છો. આ સાથે જેમને એસિડિટી છે અને સ્યુગર છે તેમણે સલાહ લીધા બાદ જ જ્યુસ પીવો જોઈએ

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now