Home Sports This Indian Batsman Scored 1009 Runs In A Single Innings

આ ભારતીય બેટ્સમેને એક જ ઇનિંગમાં ફટકાર્યા 1009 રન! : 308.56 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

This is a photo of a cricket bat and ball on the field
Published by: Aryan Shah
Last Updated: Mar 26, 2026, 12:01 PM IST

1009 runs in 327 balls : ક્રિકેટ અનિશ્ચિતતાઓ અને રોમાંચની રમત છે. અહીં ક્યારે કયો રેકોર્ડ તૂટી જાય તે કહેવું અશક્ય છે. પરંતુ વર્ષો પહેલા એક ભારતીય બેટ્સમેને કંઈક એવું કરી બતાવ્યું હતું જેનાથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. સામાન્ય રીતે કોઈપણ બેટ્સમેન માટે આખી કારકિર્દીમાં 1000 રન બનાવવા મોટી વાત હોય છે, પરંતુ પ્રણવ ધનાવડે નામના આ ખેલાડીએ માત્ર એક જ ઇનિંગમાં નોટઆઉટ 1009 રન ફટકારી દીધા હતા.

ઐતિહાસિક સિદ્ધિ

પ્રણવ ધનાવડેએ આ અશક્ય લાગતો વર્લ્ડ રેકોર્ડ વર્ષ 2016 માં બનાવ્યો હતો. તેને આ સિદ્ધિ એચટી ભંડારી કપ ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન હાંસલ કરી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં પ્રણવની બેટિંગ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેને માત્ર 327 બોલનો સામનો કરીને નોટઆઉટ 1009 રન બનાવ્યા હતા.

આ પણ ખાસ વાંચો : વૈભવ સૂર્યવંશી માટે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા! : 27 માર્ચે વૈભવ સૂર્યવંશીના જીવનમાં આવશે મોટો બદલાવ!

બોલરોની ધુલાઈ

કેસી ગાંધી ઇંગ્લિશ સ્કૂલ તરફથી રમતા પ્રણવ ધનાવડે આર્ય ગુરુકુલ સ્કૂલના બોલરો માટે 'કાળ' સાબિત થયો હતો. તેને 308.56 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. પ્રણવની આ ઇનિંગમાં 129 ચોગ્ગા અને 59 જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થાય છે. લગભગ સાડા છ કલાક સુધી મેદાન પર ઉભા રહીને તેને બોલરોને બરાબરના રન ફટકાર્યા હતા અને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું હતું.

વિશાળ સ્કોર અને વિજય

પ્રણવની આ વિસ્ફોટક ઇનિંગના જોરે તેની ટીમ કેસી ગાંધી ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ ઇનિંગમાં 94 ઓવરમાં 3 વિકેટે 1465 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર સામે આર્ય ગુરુકુલ સ્કૂલની ટીમ સાવ નબળી સાબિત થઈ હતી. તે ટીમ પ્રથમ ઇનિંગમાં 31 અને બીજી ઇનિંગમાં માત્ર 52 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે, પ્રણવની ટીમે એક ઇનિંગ અને 1382 રનના વિશાળ અંતરથી ઐતિહાસિક જીત મેળવી હતી.

કોણ છે પ્રણવ ધનાવડે?

પ્રણવ ધનાવડે મહારાષ્ટ્રના કલ્યાણનો રહેવાસી છે. 13 મે 2000 ના રોજ જન્મેલા પ્રણવના પિતા એક ઓટો-રિક્ષા ડ્રાઇવર છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા આ ખેલાડીએ પોતાની મહેનતથી રાતોરાત આખા વિશ્વમાં ખ્યાતિ મેળવી લીધી હતી. જોકે, આ ઐતિહાસિક ઇનિંગ બાદ પ્રણવ ધીમે ધીમે ક્રિકેટના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયો, પરંતુ તેનો 1009 રનનો રેકોર્ડ આજે પણ અકબંધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
IPL 2026 ના બીજા તબક્કાનું શેડ્યૂલ થયું જાહેર!
BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું આગામી વર્ષનું શેડ્યૂલ!
વૈભવ સૂર્યવંશી માટે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા!
IPL 2026 ઓપનિંગ સેરેમની રદ, BCCIનો મોટો નિર્ણય