logo-img
This Car Is The Best For Commuting To And From The Office Know About The Price And Features

ઓફિસ આવવા-જવા માટે આ કાર છે બેસ્ટ! : ફુલ ટાંકી પર મળશે 1200km ની રેન્જ, જાણો કિંમત, ફીચર્સ અને એન્જિન વિશે

ઓફિસ આવવા-જવા માટે આ કાર છે બેસ્ટ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 10:28 AM IST

This car is the best : આજના સમયમાં જ્યારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ એવી કાર શોધે છે જે સ્ટાઇલિશ પણ હોય અને થોડીક બજેટ-ફ્રેન્ડલી પણ હોય. જો તમે પણ ઓફિસ આવવા-જવા માટે એક શાનદાર SUV શોધી રહ્યા છો, તો મારુતિ ફ્રોન્ક્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ કાર પેટ્રોલ અને CNG એમ બંને મોડલ સાથે ઉપલબ્ધ છે.

કિંમત અને બજેટ

મારુતિ ફ્રોન્ક્સની કિંમત સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. આ SUV ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6.84 લાખ રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 11.97 લાખ રૂપિયા સુધી જાય છે. ઓછા ખર્ચમાં પ્રીમિયમ કારનો અનુભવ લેવા માંગતા લોકો માટે આ એક સારો ઓપ્શન છે.

પ્રીમિયમ અને આધુનિક ફીચર્સ

ફ્રોન્ક્સનું ઇન્ટિરિયર ખૂબ જ પ્રીમિયમ અને આકર્ષક છે. તેમાં 9-ઇંચની HD ટચસ્ક્રીન આપવામાં આવી છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ડ્રાઇવિંગને સરળ બનાવવા માટે તેમાં હેડ-અપ ડિસ્પ્લે (HUD), 360-ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, ક્રુઝ કંટ્રોલ અને પાછળની સીટ માટે AC વેન્ટ્સ જેવા આધુનિક ફીચર્સ મળે છે.

એન્જિન અને પાવરફુલ પરફોર્મન્સ

આ કારમાં તમને એન્જિનના બે વિકલ્પો મળે છે: એક 1.2L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને બીજું 1.0L ટર્બો બૂસ્ટરજેટ એન્જિન. આ SUV 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. સ્માર્ટ હાઇબ્રિડ ટેકનોલોજીને કારણે તેનું પરફોર્મન્સ એકદમ સ્મૂધ રહે છે અને ફ્યુલની પણ બચત થાય છે.

માઇલેજમાં સૌથી આગળ

મારુતિ ફ્રોન્ક્સ તેની માઇલેજ માટે જાણીતી છે. પેટ્રોલ મેન્યુઅલ મોડલ 21.79 kmpl અને ઓટોમેટિક મોડલ 22.89 kmpl ની માઇલેજ આપે છે. જો તમે વધુ બચત કરવા ઈચ્છો છો, તો તેનું CNG વેરિઅન્ટ 28.51 km/kg ની જબરદસ્ત માઇલેજ આપે છે. ખાસ વાત એ છે કે, પેટ્રોલ અને CNG ફૂલ કરાવ્યા પછી આ કાર અંદાજે 1,200 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now