Home Automobile Thinking Of Buying A Maruti Grand Vitara Cng With A Down Payment Of 3 Lakh

₹3 લાખના ડાઉન પેમેન્ટ પર Maruti Grand Vitara CNG લેવાનું વિચારો છો? : પ્રીમિયમ ફીચર્સ અને શાનદાર માઇલેજ સાથે જાણો કિંમત અને EMI ની ગણતરી

₹3 લાખના ડાઉન પેમેન્ટ પર Maruti Grand Vitara CNG લેવાનું વિચારો છો?
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 11:16 AM IST

Maruti Suzuki Grand Vitara : ભારતમાં મધ્યમ સાઇઝની SUV સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાએ ધૂમ મચાવી છે. ખાસ કરીને જે લોકો માઇલેજ અને લક્ઝરી બંને ઈચ્છે છે, તેમના માટે આ કારનું CNG વેરિઅન્ટ એક શ્રેષ્ઠ ઓપ્શન છે. પરંતુ શું તમે જાણો છો કે, આ કાર ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે? જો તમે ₹3 લાખનું ડાઉન પેમેન્ટ કરીને આ કાર લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો EMI અને કુલ ખર્ચની સંપૂર્ણ માહિતી.

વેરિઅન્ટ અને કિંમત

મારુતિ ગ્રાન્ડ વિટારાના CNG વેરિઅન્ટને 'ડેલ્ટા' (Delta) નામ આપવામાં આવ્યું છે. કંપનીએ આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹12.99 લાખ નક્કી કરી છે. જોકે, આ ફક્ત કારની કિંમત છે, ઓન રોડ કિંમત પર લાવવા માટે અન્ય ખર્ચાઓ ઉમેરવા પડે છે. જ્યારે તમે અમદાવાદ જેવા શહેરમાં આ કાર ખરીદો છો, ત્યારે એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત નોંધણી (Registration) ના આશરે ₹84,057, વીમા (Insurance) ના ₹41,696 અને TCS ચાર્જના ₹12,997 ચૂકવવા પડે છે. આ તમામ ખર્ચાઓ ઉમેરતા ગ્રાન્ડ વિટારા CNG ની ઓન-રોડ કિંમત અંદાજે ₹14.39 લાખ સુધી પહોંચી જાય છે.

લોન અને EMI ની વિગત

જો તમે આ કાર ખરીદવા માટે ₹3 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે બાકીની રકમ એટલે કે આશરે ₹11.39 લાખની લોન લેવી પડશે. જો બેંક તમને 9% ના વાર્ષિક વ્યાજ દરે 7 વર્ષ માટે લોન આપે છે, તો તમારે દર મહિને આશરે ₹18,329 નો હપ્તો (EMI) ભરવો પડશે. આ હપ્તો તમારે સતત 84 મહિના સુધી ચૂકવવો પડશે.

વ્યાજ સાથે કારની ટોટલ કિંમત

લોન પર કાર લેવી શરૂઆતમાં સરળ લાગે છે, પરંતુ વ્યાજની ગણતરી સમજવી જરૂરી છે. 7 વર્ષના ગાળામાં તમે બેંકને માત્ર વ્યાજ પેટે જ ₹4.00 લાખ વધારાના ચૂકવશો. આમ, એક્સ-શોરૂમ કિંમત, ઓન-રોડ ટેક્સ અને વ્યાજ બધું જ ગણીએ તો આ SUV તમને આશરે કુલ ₹19.39 લાખમાં પડશે. એટલે કે કેશમાં ખરીદવા કરતા લોન પર લેવાથી કાર લગભગ ₹4 લાખથી વધુ મોંઘી પડે છે.

પ્રીમિયમ ફીચર્સ અને શાનદાર પર્ફોર્મન્સ

મારુતિ ગ્રાન્ડ વિટારા માત્ર કિંમતમાં જ નહીં, પણ ફીચર્સ અને માઇલેજમાં પણ માર્કેટમાં ઘણી આગળ છે. આ SUV 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જેમાં સ્માર્ટ હાઇબ્રિડ અને સ્ટ્રોંગ-હાઇબ્રિડ એમ બે ઓપ્શન મળે છે. આ કારનું સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિયન્ટ 27.97 kmpl સુધીની માઇલેજ આપે છે. ડિઝાઇનની વાત કરીએ તો, તેમાં 3-element LED DRLs અને સ્વીપિંગ LED ટેલ-લેમ્પ તેને મજબૂત SUV લુક આપે છે. કમ્ફર્ટ માટે તેમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 9-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને હેડ્સ-અપ ડિસ્પ્લે (HUD) જેવા હાઇ-ટેક ફીચર્સ આપવામાં આવ્યા છે. સુરક્ષાના મામલે પણ કોઈ બાંધછોડ કરવામાં આવી નથી, તેમાં 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવા ફીચર્સ છે. એટલું જ નહીં, એડવેન્ચરના શોખીનો માટે તેમાં ALLGRIP (AWD) સિસ્ટમ પણ ઉપલબ્ધ છે, જે તેને 4x4 જેવી ક્ષમતા આપે છે.

SUV સેગમેન્ટમાં મુકાબલો

મારુતિ ગ્રાન્ડ વિટારા આકર્ષક ફીચર્સ સાથે આવે છે, પરંતુ માર્કેટમાં તેને ટક્કર આપવા માટે ઘણી દિગ્ગજ કારો હાજર છે. તેનું સીધું કોમ્પિટિશન ટાટા હેરિયર, હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, ટોયોટા હાઇરાઇડર, MG હેક્ટર અને હોન્ડા એલિવેટ જેવી પોપ્યુલર SUV સાથે થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now