Home Sports These Two Players Became World Champions By Giving Water To The Teams Players

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન : ચેમ્પિયન બન્યા બાદ આ શું બોલ્યો સિરાજ? સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 06:56 AM IST

Mohammed Siraj: ટી20 વર્લ્ડ કપ 2026 ભારતીય ટીમ માટે યાદગાર રહ્યો, જેમાં ટીમે ગુજરાતના અમદાવાદ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને હરાવી ફરી એકવાર ટ્રોફી પોતાના નામે કરી. જીતના આ જશ્નમાં બે ખેલાડીઓ એવા હતા જેમને માત્ર સાથી ખેલાડીઓને પાણી પીવડાવી પીવડાવીને વર્લ્ડ ચેમ્પ્યિનનો ખિતાબ પોતાના નામે કરી લીધો. આવું અમે નથી કહી રહ્યાં પણ ખુદ ટીવી ઈન્ટરવ્યૂમાં આ ખેલાડીએ જ એની કબુલાત કરી. અહીં વાત થઈ રહી છે ટીમમાં સ્થાન મળવા જતાં પ્લેઈંગ-11થી બહાર રહેનારા મહોમ્મદ સિરાઝની. સાથે જ કુલદીપ યાદવ સાથે પણ કંઈક એવો જ રહ્યો છે આ વર્લ્ડ કપ.

આ ઉત્સવમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. ટૂર્નામેન્ટ દરમિયાન સિરાજને માત્ર એક મેચ રમવાની તક મળી, પરંતુ બેંચ પર બેઠા હોવા છતાં તેણે ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સિરાજે ટૂર્નામેન્ટ પછી જણાવ્યું, “બહાર બેસીને પણ ભૂમિકા મોટી હોય છે. પાણી પીવડાવવું, નેટ્સમાં બોલિંગ કરવી, ટીમનો માહોલ સારો રાખવો અને હંમેશા ટીમને પ્રાથમિકતા આપવી. આ બધી વસ્તુ ટીમની સફળતામાં મહત્વનું યોગદાન આપે છે. વ્યક્તિગત લક્ષ્ય કરતા ટીમનું લક્ષ્ય મહત્વનું છે.” મોહમ્મદ સિરાજે કહ્યું: “બહાર બેસીને પણ ભૂમિકા મોટી હોય છે” – ટી20 વર્લ્ડ કપ 2026 પછી વાયરલ થયું ફાસ્ટ બોલરનું આ નિવેદન.

સિરાજે અમેરિકા સામે રમી હતી મેચઃ

સિરાજને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમવાની તક મળી હતી. જેમાં અમેરિકા વિરુદ્ધ તેણે 4 ઓવરમાં 29 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. પરંતુ ટીમના સમીકરણને કારણે તેને આગળ રમવાની તક મળી નહીં. સિરાજને હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થતાં વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સિરાજના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટૂર્નામેન્ટમાં માત્ર મેચ રમનાર ખેલાડી જ મહત્વપૂર્ણ નથી, પણ બેંચ પર બેઠેલા ખેલાડી અને સપોર્ટ સ્ટાફ પણ ટિમની સફળતા માટે સમાન રીતે જવાબદાર હોય છે. તેની આ બોધપ્રેરક વાત ચાહકો અને સહકર્મીઓને પ્રેરણા આપી રહી છે.

તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે બધું ઉપરવાળા (ભગવાન) ના પ્લાન હેઠળ છે. “હું તો ટીમમાં નહોતો, ઉપરવાળાએ તક આપી અને વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધો,” સિરાજે ઉમેર્યું. આ નિવેદન એ દેખાડે છે કે ટીમ માટે પોતાનો શ્રેષ્ઠ યોગદાન આપવું માત્ર મેદાન પર રમવાથી નથી, પરંતુ દરેક નાની-નાની કામગીરી દ્વારા પણ ટીમનો ઉત્સાહ વધારી શકાય છે. અંતે, સિરાજનું વલણ એ દાખવે છે કે સકારાત્મક દૃષ્ટિકોણ, ટીમના પ્રમુખત્વને પ્રાથમિકતા આપવી અને દરેક ભૂમિકાને મહત્વ આપવું, કોઈપણ ટીમને મોટી સફળતા સુધી પહોંચાડે છે. ટીમના એકતા અને સમર્પણની આ વાર્તા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ પાઠ પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now