Home Automobile These Three Diesel Suvs Are The Cheapest Automatic Cars In The Country Know About These Cars

આ છે દેશની સૌથી સસ્તી ઓટોમેટિક ડીઝલ SUV કાર! : સનરૂફ અને 24km ની માઇલેજ આપતી આ ત્રણ કાર વિશે જાણો

આ છે દેશની સૌથી સસ્તી ઓટોમેટિક ડીઝલ SUV કાર!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 09:47 AM IST

Cheap automatic diesel SUV car : આજકાલના સમયમાં ભારતના વધતાં જતાં ટ્રાફિકને કારણે ઘણા લોકો જ્યારે પણ કાર ખરીદવાનું વિચાર કરે છે, ત્યારે તેમણે પહેલી પસંદ ઓટોમેટિક કાર હોય છે. અને હમણાં ઘણા સમયથી ઓટોમોબાઈલ માર્કેટમાં SUV નો ક્રેઝ સતત વધી રહ્યો છે. આ SUV લુકમાં પણ મજબૂત, લાંબા અંતરના ટ્રાવેલ માટે કમ્ફર્ટેબલ હોય છે. લાંબા અંતરની મુસાફરી કરતાં લોકો માટે ડીઝલ SUV શ્રેષ્ઠ માનવામાં આવે છે. ડીઝલ એન્જિન માત્ર વધુ પાવર જ નહીં, પણ લાંબી અંતરની મુસાફરીમાં ખર્ચ પણ ઘટાડે છે. જો તમે પણ સનરૂફ અને ઓટોમેટિક ગિયરબોક્સ વાળી સસ્તી ડીઝલ SUV શોધી રહ્યા છો, તો આ આર્ટિક્લ તમને કામ લાગશે. જાણો ડીઝલ SUV ની લિસ્ટ.

Tata Nexon

તમારો પહેલો ઓપ્શન Tata Nexon છે. આ SUV તેની સેફટી અને વિશ્વસનીય પ્રદર્શન માટે જાણીતી છે. Tata Nexon માં 1.5-લિટર ડીઝલ એન્જિન અને ઓટોમેટિક ગિયરબોક્સ અપવમાં આવ્યું છે અને લગભગ 24 કિલોમીટરની માઇલેજ આપે છે, જેના કારણે Tata Nexon ને દૈનિક મુસાફરી માટે એક સારો ઓપ્શન માનવામાં આવે છે. આ કારના ડીઝલ વેરિઅન્ટની કિંમત ₹10.53 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ₹14.15 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

Mahindra XUV 3XO

બીજા સ્થાને મહિન્દ્રા XUV 3XO છે. આ SUV તેના હાઇ પાવર અને ટોર્ક માટે જાણીતી છે, જે હાઇવે પર ડ્રાઇવિંગને સ્મૂધ બનાવે છે. આ SUV માં 1.5-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે આશરે 117hp અને 300Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ કાર પ્રતિ લિટર આશરે 21 કિલોમીટરનું માઇલેજ આપે છે. Mahindra XUV 3XO ની કિંમત ₹10.85 લાખથી ₹13.42 લાખ સુધીની છે.

Kia Sonet

કિયા સોનેટ ત્રીજા ક્રમે છે, જે ઓછી કિંમતે વિવિધ ફીચર્સ પ્રદાન કરવા માટે જાણીતી છે. આ SUV ખાસ કરીને પ્રીમિયમ ફીચર્સ સાથે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ કાર શોધી રહેલા લોકો માટે યોગ્ય છે. Kia Sonet સારી માઇલેજ, મોડર્ન ઇન્ટિરિયર અને કમ્ફર્ટેબલ શહેર ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ આપે છે. Kia Sonet ની એક્સ-શોરૂમ કિંમત ₹9.77 લાખથી શરૂ થાય છે અને ₹14.09 લાખ સુધી જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now