Home Automobile These Companies Have Increased The Price Of Cars Since The Beginning Of 2026

2026 ની શરૂઆતથી આ કંપનીઓએ કારની કિંમતમાં કર્યો વધારો! : જાણો ક્યાં મોડલ્સ પર અસર થઈ અને ક્યાં કારણોસર ભાવમાં વધારો થયો

2026 ની શરૂઆતથી આ કંપનીઓએ કારની કિંમતમાં કર્યો વધારો!
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 01:36 PM IST

Travel becomes more expensive in the New Year: નવું વર્ષ 2026 કાર ખરીદનારાઓ માટે આર્થિક બોજ લઈને આવ્યું છે. જો તમે પણ જાન્યુઆરીમાં નવી કાર ઘરે લાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા ખિસ્સા પર થોડો વધુ ભાર મૂકવો પડી શકે છે. કાચા માલના વધતા ભાવ, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઉછાળો અને વૈશ્વિક આર્થિક દબાણને કારણે દેશની મોટી કાર કંપનીઓએ 1 જાન્યુઆરી, 2026 થી તેમની કારના ભાવમાં ઓફિશિયલી વધારો કર્યો છે.

ભાવ વધારા પાછળના મુખ્ય કારણો

કંપનીઓના જણાવ્યા અનુસાર, મુખ્યત્વે નીચેના પરિબળોને લીધે કિંમતોમાં વધારો કરવો જરૂરી બન્યો છે:

કાચા માલના ભાવ: સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો.

લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન: માલસામાનના પરિવહન ખર્ચમાં થયેલો વધારો.

ચલણમાં વધઘટ: યુરો સામે ભારતીય રૂપિયાની નબળાઈને કારણે ઇમ્પોર્ટ ખર્ચમાં વધારો (ખાસ કરીને લક્ઝરી બ્રાન્ડ્સ માટે).

કાર કંપની

ભાવ વધારો (અંદાજે)

અસરગ્રસ્ત મોડલ્સ

Hyundai India

0.6% (સરેરાશ)

દરેક મોડલ્સ

JSW MG Motor

2% સુધી

દરેક મોડલ્સ

Nissan India

3% સુધી

દરેક મોડલ્સ

Renault India

2% સુધી

દરેક મોડલ્સ

Mercedes-Benz

2% સુધી

દરેક મોડલ્સ

BMW India

3% સુધી

દરેક મોડલ્સ

Hyundai Motor India

હ્યુન્ડાઇએ તેની તમામ કારની કિંમતોમાં એવરેજ 0.6% નો વધારો કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, વધતા ઇનપુટ ખર્ચનું દબાણ ગ્રાહકો પર ઓછું પડે તે માટે તેમણે કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કર્યો છે, તેમ છતાં આંશિક વધારો કરવો અનિવાર્ય છે.

JSW MG Motor

MG મોટરે તમામ મોડલ્સ પર 2% સુધીનો વધારો જાહેર કર્યો છે. આ વધારાને કારણે લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર Windsor EV ની કિંમતમાં આશરે ₹30,000 થી ₹35,000 અને Comet EV માં ₹20,000 સુધીનો વધારો જોવા મળી શકે છે.

Nissan અને Renault

નિસાને સૌથી વધુ 3% સુધીના ભાવ વધારાની પુષ્ટિ કરી છે, જેના કારણે તેમની સબ-કોમ્પેક્ટ SUV મેગ્નાઈટ મોંઘી થશે. બીજી તરફ, રેનોએ ઉત્પાદન ખર્ચ વધવાને કારણે તેના તમામ મોડલ્સ Kwid, Kiger, Triber પર 2% સુધીના વધારાની જાહેરાત કરી છે.

Mercedes-Benz અને BMW

લક્ઝરી સેગમેન્ટમાં મર્સિડીઝ બેન્ઝ અને BMW એ અનુક્રમે 2% અને 3% ના વધારાની જાહેરાત કરી છે. વિદેશી ચલણ (યુરો) સામે રૂપિયો નબળો પડવો એ આ વધારાનું મુખ્ય કારણ છે. જોકે, હાલના GST દરમાં ફેરફારને કારણે ગ્રાહકોને મળેલો જૂનો લાભ આ ભાવ વધારા સામે થોડી રાહત આપી શકે છે.

શું અન્ય કંપનીઓ પણ ભાવ વધારશે?

અત્યાર સુધી મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી મોટી કંપનીઓએ ભાવ વધારા અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, માર્કેટના વલણને જોતા આગામી દિવસોમાં ટાટા મોટર્સ અને અન્ય બ્રાન્ડ્સ પણ કિંમતોમાં ફેરફાર કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now