Home Sports These 9 Players Can Prove To Be Game Changers In The Ind W Vs Sa W Final

IND-W vs SA-W; ફાઇનલમાં આ 9 ખેલાડીઓ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે! : જાણો કઈ ટીમના કેટલા ખેલાડીઓ અને તેમના વર્લ્ડ કપ 2025ના પર્ફોર્મન્સ વિશે

IND-W vs SA-W; ફાઇનલમાં આ 9 ખેલાડીઓ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે!
Published by: OBS Bureau
Last Updated: Nov 01, 2025, 12:01 PM IST

Both teams have star players who can turn a match from a loss into a win: ફક્ત એક અંતિમ મેચ જીતવાની બાકી છે, અને ટીમ ઈન્ડિયા મહિલા ODI વર્લ્ડ કપ ટ્રોફીની વિજેતા બનશે. રવિવાર (2 નવેમ્બર) ના રોજ ભારત-સાઉથ આફ્રિકા મહિલા વર્લ્ડ કપ જે પણ જીતશે તે પ્રથમ વખત ICC Women's ODI World Cupની ટ્રોફી ઉઠાવશે. ટીમ ઈન્ડિયા અગાઉ 2005 અને 2017માં ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. આવી સ્થિતિમાં, તેમની પાસે હવે પહેલીવાર ODI વર્લ્ડ કપ ફાઇનલ જીતવાની તક છે. સાઉથ આફ્રિકાની ટીમ પણ પહેલીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે. આ મહત્વપૂર્ણ મેચમાં બંને ટીમો પાસે એવા સ્ટાર ખેલાડીઓ છે, જે મેચને હારમાંથી જીતમાં ફેરવી શકે છે. જાણો એવા ખેલાડીઓ વિશે કે તેમણે આ વર્લ્ડ કપમાં કેવું કર્યું પ્રદર્શન.

  1. Laura WolvaardtLaura Wolvaardt શાનદાર ફોર્મમાં છે, તેને 8 મેચમાં 67.14ની એવરેજથી 470 રન બનાવ્યા છે. તેને ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર 169 રન પણ બનાવ્યા હતા. તેથી, તે ભારતીય ટીમ માટે મોટો ખતરો બની શકે છે.

  2. Tazmin Britsસાઉથ આફ્રિકાની ઓપનર Tazmin Brits પર પણ લોકો ધ્યાન રાખશે. તેને 8 ઇનિંગ્સમાં 212 રન બનાવ્યા છે, જેમાં એક શાનદાર સેંચુરી 101 રનની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.

  3. Marizanne Kappઆ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાની ઓલરાઉન્ડર Marizanne Kappએ બેટથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. Marizanne Kappએ 8 મેચમાં 204 રન બનાવ્યા હતા, જેમા તેનો શ્રેષ્ઠ સ્કોર 68 હતો. તેને આ ટુર્નામેન્ટમાં 12 વિકેટ પણ લીધી હતી, એટલે કે તેની હાજરી ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય રહેશે.

  4. Smriti Mandhanaભારતીય ઓપનર Smriti Mandhana સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને 8 મેચમાં 389 રન બનાવ્યા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 109 છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં તે લાંબી ઇનિંગ્સ રમવામાં અસફળ રહી હતી, પરંતુ તે ફાઇનલમાં સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે.

  5. Jemimah RodriguesJemimah Rodriguesએ 7 મેચમાં 268 રન બનાવ્યા છે, અને ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં તેને નિર્ણાયક સમયે શાનદાર અણનમ 127 રનની ઇનિંગ રમી હતી. તેથી, નવી મુંબઈમાં રમાનારી ફાઇનલમાં Jemimah Rodrigues પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવશે.

  6. Harmanpreet Kaurકેપ્ટન Harmanpreet Kaurને કપિલ દેવ (1983 વર્લ્ડ કપ) અને મહેન્દ્ર સિંહ ધોની (2011 વર્લ્ડ કપ) સાથે ODI વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન તરીકે જોડાવાની તક મળી છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં 89 રન બનાવ્યા હતા. તેને આ વર્લ્ડ કપમાં 8 મેચમાં 240 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 89 છે.

  7. Richa Ghoshવિકેટકીપર Richa Ghoshએ આ વર્લ્ડ કપમાં 7 મેચમાં 201 રન બનાવ્યા છે, જેનો શ્રેષ્ઠ સ્કોર 94 છે. તેને પોતાની આક્રમક બેટિંગથી મધ્યમ ક્રમને મજબૂત બનાવ્યો. તે ક્રીઝ પર હોય ત્યારે ઝડપથી સ્કોર કરે છે. નોંધનીય છે કે, તેનો સર્વોચ્ચ સ્કોર 94 રનનો હતો જે વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકાની ટીમ સામે જ હતો.

  8. Deepti Sharmaઓલરાઉન્ડર Deepti Sharmaએ ટુર્નામેન્ટમાં 17 વિકેટ લીધી છે અને બેટથી પણ સારું પ્રદર્શન કર્યું છે. તેને 87.22ના સ્ટ્રાઇક રેટથી 157 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં Harmanpreet Kaurના આઉટ થયા પછી દીપ્તિએ 24 રનની મહત્વપૂર્ણ ઇનિંગ પણ રમી હતી.

  9. Shree Charaniભારતીય સ્પિનર Shree Charaniએ આ વર્લ્ડ કપ 2025માં 8 મેચમાં 69 ઓવર નાખીને 13 વિકેટ લીધી અને ઇકોનોમી માત્ર 4.91ની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now