Home Automobile These 10 Cars Created A Stir In January 2026 Tata Nexon Remained Dominant Maruti Cars Dominated

જાન્યુઆરી 2026 માં આ 10 કારોએ મચાવી ધૂમ! : Tata Nexon નો રહ્યો દબદબો, Maruti ની કારોનું વર્ચસ્વ!

જાન્યુઆરી 2026 માં આ 10 કારોએ મચાવી ધૂમ!
Published by: OBS Bureau
| Last Updated: Feb 04, 2026, 10:07 AM IST

These 10 cars created a stir in January 2026 : વર્ષ 2026 ના પ્રથમ મહિને જ ભારતીય કાર બજારમાં તેજી જોવા મળી છે. ગ્રાહકો હવે માત્ર કાર જ નહીં, પણ સેફ્ટી અને નવી ટેક્નોલોજી પર વધુ ભાર આપી રહ્યા છે. હેચબેક, સેડાન અને ખાસ કરીને SUV સેગમેન્ટમાં જાન્યુઆરી મહિનામાં રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. લોકો હવે કોમ્પેક્ટ SUV અને ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ વધુ વળી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

  1. Tata Nexon

    ટાટા નેક્સન ફરી એકવાર વેચાણમાં ટોચ પર રહી છે. Nexon પેટ્રોલ, ડીઝલ અને EV એમ ત્રણેય મોડલના કુલ 23,365 યુનિટ વેચાયા છે. Nexon માં 1.2-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.Nexon EV કારમાં 45 kWh બેટરી પેક સાથે 489 કિમી સુધીની લાંબી રેન્જ મળે છે.

  2. Maruti Suzuki Dzire

    બીજા ક્રમે રહેલી નવી Dzire ના 19,629 યુનિટ વેચાયા છે. આ કારમાં નવું Z-સિરીઝ 1.2-લિટર એન્જિન આપવામાં આવ્યું છે જે માઇલેજ અને પરફોર્મન્સનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે.

  3. Tata Punch

    Tata Punch અને Punch EV એ મળીને 19,257 યુનિટનું વેચાણ કર્યું છે. માત્ર 5.59 લાખની શરૂઆતની કિંમત અને શાનદાર ફીચર્સને કારણે આ કાર મધ્યમ વર્ગની પહેલી પસંદ બની છે.

  4. Hyundai Creta

    Hyundai Creta એ 17,921 યુનિટ સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. હવે Creta ઇલેક્ટ્રિક પણ ઉપલબ્ધ છે, જે એકવાર ચાર્જ કરવા પર 473 કિમી સુધી ચાલી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

  5. Maruti Suzuki Ertiga

    7-સીટર સેગમેન્ટમાં એર્ટિગાનો હજુ પણ દબદબો રહ્યો છે. જાન્યુઆરીમાં તેના 17,892 યુનિટ વેચાયા. મોટી ફેમિલી માટે આ સૌથી વ્યાજબી અને આરામદાયક કાર માનવામાં આવે છે.

  6. Maruti Suzuki Swift

    નવા અવતારમાં આવેલી સ્વિફ્ટના 17,806 યુનિટ વેચાયા છે. આ કાર મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે 25km થી વધુની માઇલેજ આપવા સક્ષમ છે.

  7. Maruti Suzuki Brezza

    Brezza એ 17,486 યુનિટ સાથે સાતમું સ્થાન મેળવ્યું છે. સનરૂફ અને માઇલ્ડ-હાઇબ્રિડ ટેક્નોલોજીને કારણે યુવાનોમાં આ SUV ખૂબ લોકપ્રિય છે.

  8. Maruti Suzuki Baleno

    નેક્સા (Nexa) ની સૌથી લોકપ્રિય કાર બલેનોના 16,782 યુનિટ વેચાયા છે. તે તેના પ્રીમિયમ લુક અને સ્મૂધ એન્જિન માટે જાણીતી છે.

  9. Mahindra Scorpio-N/Classic

    સ્કોર્પિયો-એન અને ક્લાસિક બંનેએ મળીને 15,542 યુનિટ વેચ્યા છે. રફ અને ટફ રસ્તાઓ માટે આજે પણ લોકો સ્કોર્પિયો પર ભરોસો મૂકી રહ્યા છે.

  10. Maruti Suzuki Victoris

    આ લિસ્ટમાં છેલ્લે રહેલી વિક્ટોરિસના 15,240 યુનિટ વેચાયા છે. તે હાઇબ્રિડ અને CNG બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જે પર્યાવરણ અને ખિસ્સા બંને માટે ફાયદાકારક છે.

ભારતીય ગ્રાહકોની પ્રાથમિકતા

જાન્યુઆરી 2026 ના આંકડા દર્શાવે છે કે, ભારતીય ગ્રાહકો હવે માઇલેજની સાથે સુરક્ષા (Safety) અને ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છે. ટાટા અને મારુતિ વચ્ચેની આ સ્પર્ધામાં ગ્રાહકોને વધુ સારા ઓપ્શન મળી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

MGની આ સસ્તી ઇલેક્ટ્રિક કારની માગમાં 140 ટકાનો તોતિંગ વધારો: Hector અને Windsor EVએ પણ મચાવી ધૂમ

MGની આ સસ્તી ઇલેક્ટ્રિક કારની માગમાં 140 ટકાનો તોતિંગ વધારો

ભારતીય બજારમાં Bajaj Pulsar અને TVS Apacheની જોરદાર તેજી: સ્પોર્ટ્સ બાઈક્સના શોખીનોમાં વધ્યો ક્રેઝ, જુઓ સંપૂર્ણ પ્રાઇસ લિસ્ટ

ભારતીય બજારમાં Bajaj Pulsar અને TVS Apacheની જોરદાર તેજી

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!: સ્ટાઇલિશ લુક અને ફીચર્સ જાણીને તમને થશે આશ્ચર્ય!

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!: એડવાન્સ ફીચર્સ અને સ્માર્ટ ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?: જાણો કઈ કારમાં છે પ્રીમિયમ ફીચર્સ અને દમદાર એન્જિન

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?