ભક્તિ અને શ્રદ્ધાનો મહામાસ એવા શ્રાવણ મહિનાની ઉત્તર ભારતમાં શરૂઆત આજથી થઈ છે. આ સમગ્ર મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને સમગ્ર દેશભરમાં ભક્તો તેમની કૃપા મેળવવા માટે વિવિધ ધાર્મિક વિધિઓમાં જોડાય છે.
શ્રાવણમાં ખાસ કરીને શિવલિંગ પર ‘રુદ્રાભિષેક’ અને ‘જલાભિષેક’ કરવાની પરંપરા છે, પરંતુ ભક્તોમાં ઘણા એવા છે જેમને બંને વિધિઓ વચ્ચેનો તફાવત સમજાતો નથી. તાજેતરમાં ધાર્મિક વિદ્યાવેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ બંને પૂજા વિધિઓનો આશય અને પદ્ધતિઓ તદ્દન જુદી છે.
શા માટે ખાસ છે શ્રાવણ માસ?
શ્રાવણ માસને ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. આ સમયમાં કરેલા જપ, તપ, ઉપવાસ અને પૂજાનો શુભફળ અનેક ગણું વધારે મળે છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.
જળાભિષેક શું છે?
શિવલિંગ પર ફક્ત પવિત્ર જળ ધરાવવાની વિધિ
શિવલિંગને શીતળતા આપવા માટે કરવામાં આવે છે
ગંગાજળ કે તાંબાના પાત્રથી પાણી ધરાવાનું વિશેષ મહત્વ
રુદ્રાભિષેક શું છે?
વૈદિક મંત્રોના જાપ સાથે શિવલિંગ પર પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, શાકર) ધરાવવી
નવગ્રહ શાંતિ, રોગમુક્તિ, સંકલ્પસિદ્ધિ માટે કરવામાં આવે છે
મહારુદ્રાભિષેક શ્રાવણમાં વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે
વિદ્વાન સંકેત આપે છે કે:
“જુદી વિધિઓને સમાન સમજવી ભક્તિના ફળમાં વિક્ષેપ લાવે છે. બંનેની સમય, પદ્ધતિ અને ધ્યેય અલગ છે. ભક્તોએ નિયમ અને શ્રદ્ધા સાથે આ વિધિઓ કરવી જોઈએ.”
ભક્તો માટે ખાસ સૂચનો:
રુદ્રાભિષેક કે જલાભિષેકમાં તુલસીના પાનનો ઉપયોગ કરવો ટાળવો
મંત્રોનો યોગ્ય ઉચ્ચાર જ કરવો
તાંબાના પાત્રથી જ જળ ચઢાવવું
રુદ્રાષ્ટાધ્યાયી કે “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો વધુ ફળદાયી
મનમાં ભરાઈ ગઈ છે નેગેટિવિટી?: અજમાવો આ સરળ ઉપાયો






