Home Tech/Gadgets There Can Be These 5 Big Changes In Iphone 17 Pro Know How It Will Be Different From Iphone 16 Pro

iPhone 17 Pro માં શું હશે ખાસ? : iPhone 17 Pro માં થઈ શકે છે આ 5 મોટા ફેરફાર, જાણો iPhone 16 Pro થી કેવી રીતે હશે અલગ

iPhone 17 Pro માં શું હશે ખાસ?
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 05:45 AM IST

iPhone 17 Pro Features: એપલના iPhone 17 Pro પોતાના ઓફિશિયલ લોન્ચથી હજુ દૂર છે, પરંતુ આ ડિવાઇસ પહેલાથી જ હેડલાઇન્સમાં આવી રહ્યું છે. દર વર્ષે એપલ તેના નવા આઇફોન સાથે ઘણા ફેરફારો કરે છે. જોકે આ વખતે એપલ હાર્ડવેર તેમજ ડિઝાઇનમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે iPhone 17 Pro નવી ડિઝાઇન, કેમેરા અપગ્રેડ અને વધુ સારા પ્રદર્શન સાથે લોન્ચ થાય તેવી અપેક્ષા છે, આ અત્યાર સુધીના સૌથી રોમાંચક iPhoneમાંથી એક હોઈ શકે છે. ચાલો વિગતવાર જાણીએ કે iPhone 17 Pro માં શું ખાસ હશે.

iPhone 17 Pro લોન્ચ તારીખ અને કિંમત (સંભવિત)
એપલ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં નવા આઇફોન રજૂ કરે છે અને આ વર્ષે પણ આ જ પેટર્નની આશા છે. iPhone 17 Pro, iPhone 17, iPhone 17 Air અને iPhone 17 Pro Max ની સાથે Apple ની ફોલ ઈવેન્ટ દરમિયાન રજૂ કરવામાં આવશે, જે 11થી 13 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની ધારણા છે. કિંમતની વાત કરીએ તો iPhone 16 Proના બેઝ મોડેલની કિંમત 1,19,900 રૂપિયા છે જ્યારે આ વખતે iPhone 17 Pro ની કિંમતમાં થોડો વધારો થવાની ધારણા છે, જે ભારતમાં 1,24,900 રૂપિયાથી શરૂ થઈ શકે છે.

iPhone 17 Pro માં થઈ શકે છે 5 મોટા ફેરફારો

નવી ડિઝાઇન સાથે નવો કેમેરા લેઆઉટ
એપલ આઇફોન 17 પ્રો માટે નવી ડિઝાઇન કરેલી રીઅર પેનલ રજૂ કરી શકે છે. જ્યારે iPhone 16 Pro સમાન દેખાવ ધરાવે છે, ત્યારે આગામી મોડલમાં એક હોરિજોન્ટલ કેમેરા લેઆઉટ હોવાની અપેક્ષા છે. આ ઉપરાંત એપલ ટાઇટેનિયમ ફ્રેમને એલ્યુમિનિયમથી બદલી શકે છે, જે ફોનને હળવો બનાવશે.

વધુ સારી કેમેરા સિસ્ટમ
iPhone 17 Pro માં મોટા કેમેરા અપગ્રેડ હોવાની આશા છે, જેમાં સુધારેલ ઝૂમ સાથે 48MP ટેલિફોટો સેન્સર શામેલ હોઈ શકે છે. આ વખતે એપલ ફ્રન્ટ કેમેરામાં પણ સુધારો કરી શકે છે, જેને 12MP થી 24MP સુધી વધારી શકાય છે.

AI સુવિધાઓ સાથે A19 Pro ચિપ
iPhone 17 Pro માં A19 Pro ચિપ હોવાની આશા છે, જે TSMC ના 2nm નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ નવી ચિપ વધુ સારી ગતિ, કાર્યક્ષમતા અને AI-સુવિધાઓ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

લાંબી બેટરી લાઇફ અને ઝડપી ચાર્જિંગ
iPhone 16 Pro માં 4685 mAh બેટરી છે, જ્યારે iPhone 17 Pro માં બેટરી લાઈફમાં થોડો સુધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત એપલ ફાસ્ટ વાયર્ડ અને MagSafe ચાર્જિંગ સ્પીડ રજૂ કરી શકે છે.

AI-ફીચર્સ સાથે iOS 19
કંપની iOS 19 સાથે iPhone 17 Pro લોન્ચ કરી શકે છે, જેને Apple WWDC 2025માં રજૂ કરી શકે છે. આ અપડેટમાં નવી AI સુવિધાઓ, વધુ સ્માર્ટ સિરી અને સુધારેલા મેસેજિંગ અને ફોટોગ્રાફી ટૂલ્સ લાવવાની અપેક્ષા છે. હાર્ડવેર સુધારાઓને કારણે આમાંની કેટલીક સુવિધાઓ iPhone 17 શ્રેણી માટે વિશિષ્ટ હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now