Home Gujarat The Wedding Of The Mineral Mafia In Surendranagar

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું વરઘોડું! : આરોપીઓના હાથે દોરડું બાંધી શહેરમાં ફેરવ્યા, મામલતદાર કચેરીના સ્ટાફને ધમકી આપવી ભારે પડી

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું વરઘોડું!
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 05:59 AM IST

Surendranagar Mineral Mafia : સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં ખનીજચોરી સામે ચેકિંગ કરતી નાયબ મામલતદારની ટીમને ધમકી આપનાર આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 15 ડિસેમ્બરની રાતે થાનગઢ મામલતદાર કચેરીનો સ્ટાફ સરકારી વાહન સાથે ખનીજચોરી અંગે નિયમિત ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ખનીજ માફિયા તરીકે ઓળખાતા ભરત રમેશભાઈ અલગોતર, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમારે સરકારી સ્ટાફને અટકાવી ગાળો આપીને લાફાવાળી કરી હતી તેમજ ગંભીર ધમકીઓ આપી હતી.

પોલીસે ખનીજ માફિયાઓને દબોચ્યા

આરોપીઓએ સ્ટાફને કહ્યું હતું કે જો ફરી ચેકિંગ કરવા આવ્યા તો સવાર નહીં પડે તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત સરકારી ગાડી પર ધોકા મારીને ભારે નુકસાન કર્યું હતું અને બાદમાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓનો વરઘોડો

પોલીસે કાયદાનો ભય અને સમાજમાં કડક સંદેશ આપવા માટે બંને આરોપીઓને દોરડા બાંધી શહેરના બજારોમાં વરઘોડા નીકાળ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભય ફેલાયો છે અને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કાયદો કેટલો કડક છે તે સ્પષ્ટ સંદેશ મળ્યો છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ખનીજચોરી અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારાઓને કોઈપણ હાલતમાં છોડવામાં નહીં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now