Home Entertainment The Video Of Vijay Rashmika Became The Most Liked Ad In The World Even Surpassed Messi And Ronaldo

Vijay-Rashmikaની માન્યવર વિશ્વની સૌથી વધુ લાઈક મેળવનાર એડ બની : મેસી અને રોનાલ્ડોને પણ પછાડ્યા

Vijay-Rashmikaની માન્યવર વિશ્વની સૌથી વધુ લાઈક મેળવનાર એડ બની
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 12:15 PM IST

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના (ViRosh) ના લગ્નના વીડિયોએ સોશિયલ મીડિયા પર એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ વીડિયોએ વૈશ્વિક સ્તરે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લાઈક્સ મેળવવાનો રેકોર્ડ તોડ્યો છે, જેમાં ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડીઓ લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પાછળ રહી ગયા છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના, જેમને ચાહકો પ્રેમથી 'વિરોશ' કહે છે, તેમના લગ્ન અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. ફેબ્રુઆરી 26, 2026 ના રોજ ઉદયપુરમાં શાહી ઠાઠથી લગ્ન કર્યા બાદ, આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની યાદગાર પળો શેર કરી હતી, જેણે હવે એક મોટો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે.

રશ્મિકા અને વિજયના વેડિંગ કેમ્પેઈન (Manyavar-Mohey) ના એક ખાસ વીડિયોએ ઈન્સ્ટાગ્રામ પર 8.2 million થી વધુ લાઈક્સ મેળવી છે. આ સાથે જ આ વીડિયોએ લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રખ્યાત ચેસ રમતા ફોટો વાળા કેમ્પેઈન (Louis Vuitton) નો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને 8.1 million લાઈક્સ મળી હતી.

આ વીડિયોમાં કપલની નેચરલ કેમેસ્ટ્રી અને ભારતીય પરંપરાઓની સુંદર ઝલક જોવા મળે છે. માત્ર 72 કલાકમાં જ આ વીડિયોએ 100 million વ્યૂઝનો આંકડો પાર કરી લીધો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને 300 million થી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 250 million લોકો સુધી તે પહોંચ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now