Home Entertainment The Tendulkar Family Shine In Their Wedding Look Star Cricketers And Bollywood Celebrities Became Guests

વેડિંગ લુકમાં ચમક્યો તેંડુલકર પરિવાર : સ્ટાર ક્રિકેટર્સ અને બોલીવુડ હસ્તીઓ બની મહેમાન

વેડિંગ લુકમાં ચમક્યો તેંડુલકર પરિવાર
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 11:00 AM IST

ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર ના ઘરે આજે ખુશીઓનો અવસર છે. સચિન ના પુત્ર અર્જુન તેંડુલકરે આજે સાનિયા ચંદોક સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. મુંબઈ ની લક્ઝરી હોટેલ The St. Regis માં આ શાહી લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં બોલીવુડ, રાજકારણ અને ક્રિકેટની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

કોણ છે સચિન ની પુત્રવધૂ સાનિયા ચંદોક? સાનિયા ચંદોક એક સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) છે. તે જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે, જેઓ ગ્રેવિસ ગ્રુપના ચેરમેન છે. સાનિયાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે અને તે ‘મિસ્ટર પોઝ’ નામની લક્ઝરી પેટ સ્પાની સ્થાપક છે. અર્જુન અને સાનિયા લાંબા સમયથી મિત્રો હતા અને ઓગસ્ટ 2025માં તેઓની સગાઈ થઈ હતી. આ લગ્ન પ્રસંગમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની તેમની પત્ની સાક્ષી સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા દિગ્ગજો પણ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. આઈસીસી ચેરમેન જય શાહ અને મહારાષ્ટ્રના અનેક રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી. બોલીવુડમાંથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

લગ્ન પહેલા જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિન તેંડુલકર અને મુકેશ અંબાણીના પરિવાર વચ્ચેના ગાઢ સંબંધોને કારણે આ પ્રી-વેડિંગ ઈવેન્ટ ખૂબ જ ચર્ચામાં રહી હતી.

અર્જુન તેંડુલકર જે હાલમાં સ્થાનિક ક્રિકેટમાં ગોવા તરફથી રમે છે અને આઈપીએલ 2026 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમનો ભાગ છે, તે હવે તેના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now