Home Gujarat The Tanker Will Come Down After A Month

ગંભીરા બ્રિજ દુર્ઘટના : ટેન્કરને 27 દિવસ બાદ ઉતારવામાં આખરે સફળતા મળી

ગંભીરા બ્રિજ દુર્ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 03:54 PM IST

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજ પર ફસાઈ ગયેલા કેમિકલ ટેન્કરને ઉતારવામાં આખરે સફળતા મળી છે. 2 એર કેપ્સૂલની મદદથી ટેન્કરને લેવલમાં લાવી દોરડા વડે ખેંચવામાં આવ્યું. વહીવટી કારણોસર બ્રિજ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાનો નિર્ણય લઈ શકાતો ન હતો, આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્દેશ આપતા આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવી.

બ્રિજ પર ફસાયેલા ટેન્કરને સલામત પૂર્વક ઉતારવા માટે પોરબંદરનાં વિશ્વકર્મા ગ્રુપની મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં એર કેપ્સૂલ, હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક અને ચાર પુલિંગ ટ્રકનો ઉપયોગ કરીને ટેન્કરને ઉતારવામાં સફળતા મળી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now