Home Sports The Rcb Player Fell In Love With The Tenant Daughter He Was Just 13 Years Old

RCB ખેલાડીની દિલસ્પર્શ લવસ્ટોરી : ભાડુઆતની દીકરીના પ્રેમમાં પડ્યો RCBનો આ ખેલાડી, માત્ર 13 વર્ષની હતી ઉંમર

RCB ખેલાડીની દિલસ્પર્શ લવસ્ટોરી
Published by: OBS Bureau
Last Updated: Apr 17, 2025, 01:27 PM IST

IPL 2025: ક્રિકેટરોના અંગત જીવન વિશે જાણવા માટે ચાહકો ઘણીવાર ઉત્સુક હોય છે. ઘણા ક્રિકેટરોની પ્રેમ કહાની પણ ઘણી રસપ્રદ હોય છે. આજે અમે તમને એવા જ એક ભારતીય ક્રિકેટરની લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ ફિલ્મથી ઓછી નથી. આ ખેલાડી IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. તાજેતરમાં આ ખેલાડીએ પોડકાસ્ટ દરમિયાન તેની રસપ્રદ લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો, જે ખૂબ જ મઝેદાર પણ છે.

હું 13 વર્ષની ઉંમરે પ્રેમમાં પડ્યો!
RCBના સ્ટાર ખેલાડી ભુવનેશ્વર કુમારની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે, જેનો ભુવીએ તાજેતરમાં રણવીર અલ્હાબાદિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવમાં બાળપણના દિવસોમાં ભુવનેશ્વર તેના પરિવાર સાથે મેરઠમાં રહેતો હતો. ત્યારબાદ નૂપુર નાગર પણ તેના પરિવાર સાથે રહેવા દેહરાદૂનથી મેરઠ આવી ગઈ.



નુપુર નાગરનો પરિવાર ભુવીના ઘરમાં ભાડે રહેતો હતો. જ્યારે આ બંનેએ પહેલીવાર એકબીજાને જોયા ત્યારે ભુવી 13 વર્ષની અને નુપુર 11 વર્ષની હતી. ધીમે-ધીમે બંને વચ્ચે મિત્રતા ગાઢ બની જે પાછળથી પ્રેમમાં બદલાઈ ગઈ. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

વર્ષ 2017માં કર્યા હતા લગ્ન
ભુવનેશ્વર અને નુપુર ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા, ત્યારબાદ તેઓએ વર્ષ 2017માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ 23 નવેમ્બર 2017ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે.



આરસીબી તરફથી રમે છે ભુવી
ભુવનેશ્વર કુમારને RCBએ IPL 2025ની મેગા ઓક્શનમાં રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા ભુવી 11 વર્ષ સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. ભુવનેશ્વરનું પ્રદર્શન આરસીબી માટે અત્યાર સુધી સારું રહ્યું છે. જ્યારે તેમણે 5 મેચમાં બોલિંગ કરીને 6 વિકેટ ઝડપી છે. ભુવનેશ્વર આ સિઝનની પ્રથમ મેચ રમી શક્યો ન હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now