Home Automobile The Price Of This Car Will Be Reduced By 105 Lakh Before The Start Of 2026

2026 ની શરૂઆત પહેલા આ કારની કિંમતમાં ₹1.05 લાખનો ઘટાડો! : આ કારની ડિઝાઇન, પ્રીમિયમ ફીચર્સ અને એન્જિન વિશે જાણો

2026 ની શરૂઆત પહેલા આ કારની કિંમતમાં ₹1.05 લાખનો ઘટાડો!
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 10:52 AM IST

Bumper discount of Rs 1.05 lakh on this car: ડિસેમ્બર મહિનો કાર ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે. 2025 ને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કાર મેન્યુફેક્ચરર અને સરકારના GST સ્લેબમાં ફેરફારને કારણે ગ્રાહકોને લાખોની બચત થઈ રહી છે. ખાસ કરીને ભારતીય સેનાના જવાનો માટે CSD (Canteen Stores Department) દ્વારા Toyota Urban Cruiser Taisor પર આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે.

CSD માં ટેક્સ બેનિફિટ અને કિંમતમાં મોટો તફાવત

ઘટાડેલા GST દરની સીધી અસર આર્મી કેન્ટીનમાં ઉપલબ્ધ કારની કિંમતો પર પડી છે. સામાન્ય રીતે કાર પર લાગતા ઊંચા GST ના બદલે, Canteen Stores Department (CSD) ખાતે સૈનિકો પાસેથી માત્ર 14% GST વસૂલવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, CSD પર Toyota Urban Cruiser Taisor ની શરૂઆતની કિંમત માત્ર ₹6.65 લાખ છે, જ્યારે તેની એક્સ-શોરૂમ કિંમત ₹7.22 લાખ છે. આ રીતે વેરિઅન્ટના આધારે ગ્રાહકો ₹57,000 થી લઈને ₹1.05 લાખ સુધીની સીધી બચત કરી શકે છે.

Toyota Urban Cruiser Taisor CSD અને એક્સ-શોરૂમ કિંમતો

વેરિઅન્ટ (Variant)

CSD ની કિંમત (₹)

એક્સ-શોરૂમ કિંમત (₹)

કિંમતમાં તફાવત (₹)

Taisor E-MT

6,65,000

7,22,000

57,000

Taisor S-AMT

7,86,000

8,53,000

67,000

Taisor G-MT

9,02,000

9,80,000

78,000

Taisor V-MT

9,80,000

10,64,000

84,000

Taisor G-AT

10,03,000

11,08,000

1,05,000

Taisor V-AT

11,09,000

11,92,000

83,000

CSD શું કાર્ય કરે છે અને કોણ ખરીદી શકે છે?

કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (CSD) એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત એક સરકારી સાહસ છે. ભારતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, મુંબઈ, દિલ્હી, જયપુર અને કોલકાતા સહિત કુલ 34 ડેપો દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. CSD માંથી કાર ખરીદવા માટે સેવા આપતા અને નિવૃત્ત સશસ્ત્ર દળોના કર્મચારીઓ, પૂર્વ સૈનિકો, લશ્કરી કર્મચારીઓની વિધવાઓ અને સંરક્ષણ નાગરિકો (Defense Civilians) લાયક ગ્રાહકો ગણાય છે.

Toyota Urban Cruiser Taisor ની ડિઝાઇન અને એક્સટીરિયર

Toyota ની આ SUV Maruti Suzuki Fronx ના પ્લેટફોર્મ પર આધારિત છે, પરંતુ તેને એક વિશિષ્ટ 'Toyota Look' આપવામાં આવ્યું છે. આ Coupe-style ની સબકોમ્પેક્ટ SUV માં ગ્લોસ બ્લેક ફિનિશ સાથે હનીકોમ્બ મેશ ગ્રિલ અને સેન્ટરમાં Toyota નો લોગો એટ્રેક્ટિવ લાગે છે. તેમાં નવા ટ્વીન LED DRLs, અપડેટેડ LED ટેલલાઇટ્સ અને સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે.

પ્રીમિયમ ફીચર્સ અને ઇન્ટિરિયર

Taisor નું કેબિન આધુનિક ફીચર્સ સાથે આવે છે. તેમાં 9 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી મળે છે. સિક્યોરિટી ફીચર્સ માટે તેમાં 360-ડિગ્રી કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે (HUD), ક્રુઝ કંટ્રોલ અને 6-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ અને રીઅર AC વેન્ટ્સ જેવા ફીચર્સ મુસાફરીને આરામદાયક બનાવે છે.

એન્જિન પાવર અને ટ્રાન્સમિશન ઓપ્શન

Toyota Taisor માં ગ્રાહકોને બે એન્જિન ઓપ્શન મળે છે:

1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ એન્જિન: જે 89bhp પાવર અને 113nm ટોર્ક જનરેટ કરે છે.

1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન: જે 99bhp પાવર અને 148nm ટોર્ક જનરેટ કરે છે.

ટ્રાન્સમિશનમાં 5-સ્પીડ મેન્યુઅલ (MT) સ્ટાન્ડર્ડ છે. આ ઉપરાંત, એસ્પિરેટેડ એન્જિનમાં 5-સ્પીડ AMT અને ટર્બો એન્જિનમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક (AT) નો ઓપ્શન પણ મળે છે. પર્યાવરણ પ્રેમીઓ માટે આ કાર CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now