Home Automobile The New Tata Punch Ev Wont Stop Even In Fireballs And Deep Water

આગના ગોળા અને ઊંડા પાણીમાં પણ નહીં અટકે નવી Tata Punch EV! : હવે ઇલેક્ટ્રિક કાર ચલાવવી બનશે વધુ સુરક્ષિત અને પાવરફુલ

આગના ગોળા અને ઊંડા પાણીમાં પણ નહીં અટકે નવી Tata Punch EV!
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 10:48 AM IST

Tata Punch EV : ટાટા મોટર્સે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ફરી એકવાર ધમાકો કર્યો છે. કંપનીએ પોતાની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર Tata Punch EV નું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું છે. આ નવી કારને જોઈને લોકો તેને 'શક્તિમાન' કહી રહ્યા છે, કારણ કે, ટાટાના સોશિયલ મીડિયાના વીડિયોમાં આ કાર આગના અંગારા અને ઊંડા પાણીમાં પણ સડસડાટ દોડતી જોવા મળી રહી છે. આ નવું મોડલ પહેલા કરતા વધુ પાવરફુલ અને સસ્તું છે.

કિંમતમાં મોટો ઘટાડો અને દમદાર પાવર

ટાટા મોટર્સે ગ્રાહકોને મોટી ભેટ આપતા નવી પંચ EV ફેસલિફ્ટની કિંમતમાં જૂના મોડલની સરખામણીએ ₹1.85 લાખનો ઘટાડો કર્યો છે. આ કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત હવે માત્ર ₹9.69 લાખ રાખવામાં આવી છે. કિંમત ઘટવા છતાં તેના પાવર અને ફીચર્સમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

બેટરી પેક અને શાનદાર રેન્જ

નવી પંચ EVમાં 40 kWh નો મોટો બેટરી પેક આપવામાં આવ્યો છે, જે એકવાર ફૂલ ચાર્જ કરવા પર 468 કિમીની રેન્જ આપે છે. આ ઉપરાંત, તેમાં 65W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે, જેનાથી કાર ઝડપથી ચાર્જ થઈ જાય છે. ખાસ વાત એ છે કે, કંપની આ બેટરી પેક પર લાઇફટાઇમ વોરંટી પણ આપી રહી છે.

આગના અંગારા પર પરીક્ષણ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ કાર 900 ડિગ્રી સેલ્સિયસ જેટલા ગરમ કોલસા પરથી પસાર થાય છે. પંચ EV માં 'એક્ટિવ બેટરી પ્રોટેક્શન' સિસ્ટમ છે, જે તેને ભારે ગરમીમાં પણ સુરક્ષિત રાખે છે. વીડિયોમાં કાર પર સીધી આગ ફેંકવામાં આવે છે, તેમ છતાં તેની બોડીને કોઈ નુકસાન થતું નથી.

પાણીમાં પણ 'જળપરી'ની જેમ ચાલશે

આ SUV માત્ર રસ્તા પર જ નહીં પણ ઊંડા પાણીમાં પણ ચાલવા માટે સક્ષમ છે. કંપનીના જણાવ્યા મુજબ, તેનું બેટરી પેક IP67 રેટેડ છે, જે તેને પાણી અને ધૂળથી સુરક્ષિત રાખે છે. વીડિયોમાં તેને 900mm ઊંડા પાણીમાંથી પસાર થતી બતાવવામાં આવી છે, જે તેની અદભૂત વોટર-ટોઇંગ ક્ષમતા દર્શાવે છે.

રિયાલિટી ચેક અને સાવધાની

જોકે આ વીડિયોમાં દેખાડવામાં આવેલા સ્ટન્ટ્સ પ્રોફેશનલ એક્સપર્ટની દેખરેખ હેઠળ અને કેમેરા ટ્રિક્સની મદદથી કરવામાં આવ્યા છે. વાસ્તવમાં કારની સ્પીડ વધુ હોવાથી તે લાંબો સમય આગના સંપર્કમાં રહેતી નથી. તેથી, ગ્રાહકોને વિનંતી છે કે, આવા જીવલેણ સ્ટન્ટ્સ જાતે કરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now