Home Entertainment The Month Of January Will Be Full Of Entertainment Enjoy The Best Movies And Series

જાન્યુઆરી મહિનો આખો એન્ટરટેઈન્મેન્ટથી ભરપૂર : પાતાલ લોકથી શાર્ક ટેન્ક સુધી, મજા પડી જશે

જાન્યુઆરી મહિનો આખો એન્ટરટેઈન્મેન્ટથી ભરપૂર
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 03:11 PM IST

 વર્ષ 2025માં એક બાદ એક એવુ કોન્ટેન્ટ આવ્યું છે અને આવનારા સમયમાં આવવાનું છે જે જોઈને આપને મજા પડી જશે. આ વર્ષે, OTT પ્લેટફોર્મ પર પણ ડ્રામા, એક્શન અને રોમાન્સથી ભરપૂર કોન્ટેન્ટ આપને જોવા મળશે.


પાતાલ લોક સીઝન 2
એમેઝોન પ્રાઇમનો સર્વશ્રેષ્ઠ શો પાતાલ લોક ફરી એકવાર આવી રહ્યો છે. હાથીરામ ચૌધરીના રોલમાં જયદીપ અહલાવત સાથે જ ટિલોટમા શોમ અને નાગેશ કુકુનૂર જેવા સ્ટાર્સ પણ એક્શનમાં જોવા મળશે. સીઝન 2 ગત સીઝન કરતાં વધુ ઈન્ટ્રેસ્ટિંગ છે.

ધ સાબરમતી રિપોર્ટ
Zee5 પર પ્રસારિત સાબરમતી રિપોર્ટમાં વિક્રાંત મેસીએ તેમના પાત્રને એક અલગ જ ઊંચાઈ આપી છે. એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં મેસીની સાથે રાશિ ખન્ના તેમજ રિદ્ધી ડોગરા મેઈન કેરેક્ટર છે.


શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 4
તમામ ઉદ્યોગસાહસિકો માટે SonyLivનો લોકપ્રિય રિયાલિટી શો Shark Tank India ફરી આવી રહ્યું છે. આ વખતે OG શાર્ક અમન ગુપ્તા, નમિતા થાપર અને વિનીતા સિંહની સાથે વિરાજ બહલ અને કુણાલ બહલ પણ તેમાં જોડાઈ રહ્યા છે.

બંદિશ બેન્ડિટ્સ સીઝન 2
એમેઝોન પ્રાઇમ પર એક પછી એક ઘણા શોની સિક્વલ આવી રહી છે. મ્યુઝિક ડ્રામા બંદિશ બેન્ડિટ્સ જોવી પણ લોકોની ગમી હતી. ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરીની જોડીએ સ્ક્રીન પર શાનદાર પરફોર્મન્સ આપ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now