Home International The Longest Government Shutdown In American History

અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન : સરકારી શટડાઉનને 35 દિવસ થયા, 42,00,000 લોકોને સીધી અસર

અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન
Published by: OBS Bureau
Last Updated: Nov 04, 2025, 04:31 AM IST

અહેવાલ: Samir Shukla (Senior Journalist), New Jersey, USA

અમેરિકાનું સરકારી શટડાઉન માત્ર અર્થતંત્ર જ નહીં, સમાજને પણ ગંભીર રીતે અસર કરી રહ્યું છે, ખાસ કરીને નબળા વર્ગોને. સરકારી શટડાઉનને કારણે સૌથી વધુ અસર સ્વાસ્થ્ય અને કલ્યાણ સેવાઓ પર પડી રહી છે, SNAP એટલે કે Supplemental Nutrition Assistance Program (ફૂડ સ્ટેમ્પ્સ) ભંડોળ અટક્યું છે, જેના કારણે 42 લાખ લોકોને અસર થઈ છે. 2025માં, USDAએ નવેમ્બર 1થી ભંડોળ બંધ કર્યું છે, પરંતુ અદાલતના આદેશથી આંશિક ($4.65 અબજ) ભંડોળ મળ્યું છે. ફૂડ બેન્ક્સ પર લાંબી કતારો જોવા મળી રહી છે. મહિલાઓ, બાળકો માટે પોષણ અને સ્કૂલ લંચ અટક્યા છે, જે 4.8 અબજ લંચને અસર કરી રહ્યું છે.

અમેરિકામાં સરકારી શટડાઉન એ એક એવી પરિસ્થિતિ છે જ્યારે કોંગ્રેસ દ્વારા બજેટ અથવા ફંડિંગ બિલ પર સમાધાન ન થાય અને નાણાકીય વર્ષની શરૂઆત 30 સપ્ટેમ્બર પછી થાય. જેના કારણે ફેડરલ સરકારની બિન-અનિવાર્ય સેવાઓ તેમજ સરકારી કાર્યો બંધ થઈ જાય છે.

લાખો કર્મચારીઓને ફર્લો પર મોકલવામાં આવ્યા છે, સેવાઓ અટકી ગઈ છે. 1 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલું આ શટડાઉન અત્યાર સુધી આ લખાય છે ત્યાં સુધી એટલે કે, 4 નવેમ્બર 2025ના રોજ ચાલુ છે, જે 2018-19ના 35 દિવસના રેકોર્ડ તરફ વધી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે શટડાઉનની અમેરિકન સમાજ અને અર્થતંત્ર પર વિપરીત અસરો પડી રહી છે. દર અઠવાડિયે GDP વૃદ્ધિમાં 0.1થી 0.2 ટકાનો ઘટાડો થાય છે, જે લગભગ $15 અબજનું નુકસાન છે. 2025ના શટડાઉનમાં, કોંગ્રેશનલ બજેટ ઓફિસ (CBO) અનુસાર, જો તે લંબાવાતું રહે તો $14 અબજનું GDP નુકસાન થઈ શકે.

1. ફેડરલ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સ પર અસર

આશરે 7,00,000થી 8,00,000 ફેડરલ કર્મચારીઓને ફર્લો પર મોકલાયા છે, જેમને પગાર મળતો નથી. 2025માં, ટ્રમ્પ વહીવટી તંત્રએ કેટલાક કર્મચારીઓને કાયમી રીતે કાઢી નાખ્યા છે , અને બેકપે એટલેકે પછીથી પગાર આપવાનો ઇનકાર કર્યો છે, જે 2019ના કાયદાનું ઉલ્લંઘન છે. જેના કારણે તેમની કંપનીઓમાં ફર્લો, પગાર કાપ સાથે layoff પણ થાય છે. $800 મિલિયનના ફેડરલ કોન્ટ્રાક્ટ્સ અટકી ગયા છે.

2. ઉપભોક્તા ખર્ચ અને વ્યાપાર પર અસર

ફેડરલ કર્મચારીઓને પગાર ના મળતા તેમને પોતાનો ઘર ખર્ચ ઘટાડવો પડી રહ્યો છે, જેના કારણે રેસ્ટોરન્ટ્સ, રિટેલ અને સ્થાનિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. વોશિંગ્ટન ડીસી અને નેશનલ પાર્ક્સ પાસેના વિસ્તારોમાં આ અસર વધુ છે. નાના ધંધા રોજગારો અને ટુરિઝમને ખાસ તો નેશનલ પાર્કને મોટું નુકસાન થઈ રહ્યું છે.

2013ના શટડાઉનમાં GDPમાં 0.3% ઘટાડો થયો હતો. 2025માં, હોલિડે સીઝન (નવેમ્બર-ડિસેમ્બર) નજીક હોવાથી, $30 અબજનું ઉપભોક્તા ખર્ચ નુકસાન થવાની શક્યતા છે.

લાંબા શટડાઉનને કારણે બેરોજગારી વધે છે, ઉધાર ખર્ચ વધે છે અને વેપારીઓનો આત્મવિશ્વાસ ઘટે છે, વેટરન્સ હેલ્થ અને મેડિકેડમાં વિલંબ થઈ રહ્યો છે. એર ટ્રાફિક કંટ્રોલર્સ સ્ટાફના અભાવને કારણે ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.

આમ વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ફુગાવાની વચ્ચે સરકારી શટડાઉન સેવાઓમાં વિક્ષેપ, ઘટી રહેલી આર્થિક પ્રવૃત્તિ અને ફેડરલ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટર્સ પર આર્થિક તાણ દ્વારા નુકસાન પહોંચાડી રહ્યું છે.

અમેરિકન વિચારી રહ્યાં છે કે શું આ રીતે અમેરિકા ફરીથી મહાન બનશે જે રીતે ટ્રમ્પે સૂત્ર આપ્યું છે MAKE AMERICA GREAT AGAIN.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની