Home Entertainment The Kerala Story 2 Sees Huge Rise At The Box Office Amid Controversy

વિવાદ અને કોર્ટની લડાઈ વચ્ચે 'The Kerala Story 2'નો ધમાકો : શો રદ થયા છતાં બમ્પર કમાણી, દર્શકોમાં ભારે ઉત્સાહ

વિવાદ અને કોર્ટની લડાઈ વચ્ચે 'The Kerala Story 2'નો ધમાકો
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 09:07 AM IST

The Kerala Story 2: કેરળ હાઈકોર્ટની મંજૂરી બાદ રિલીઝ થયેલી ફિલ્મમાં દર્શકોનો જોરદાર પ્રતિસાદવિવાદાસ્પદ ફિલ્મ 'The Kerala Story 2' રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર મજબૂત વેગ પકડી લીધો છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત અને કામાખ્યા નારાયણ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને કેરળ હાઈકોર્ટમાંથી રિલીઝની મંજૂરી મળ્યા બાદ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. પહેલા દિવસે (શુક્રવારે) ફિલ્મને મોડી સાંજે શો શરૂ થવાને કારણે માત્ર ₹0.75 કરોડ (75 લાખ) જેટલી સામાન્ય કમાણી થઈ હતી. પરંતુ બીજા દિવસે (શનિવારે) કમાણીમાં 520%નો અધધધ ઉછાળો જોવા મળ્યો અને ફિલ્મે આશરે ₹4.65 કરોડની નેટ કમાણી કરી. આ સાથે બે દિવસનું કુલ કલેક્શન ₹5.40 કરોડ પર પહોંચી ગયું છે (સ્ત્રોત: Sacnilk અને અન્ય બોક્સ ઓફિસ ટ્રેકર્સ).

વિવાદ અને કાનૂની અવરોધો છતાં દર્શકોની ભીડ

ફિલ્મના ટ્રેલર અને કન્ટેન્ટને લઈને શરૂઆતથી જ વિવાદ થયો હતો. CBFC દ્વારા U/A (16+) સર્ટિફિકેટ આપવા અંગે પ્રશ્નો ઉઠ્યા હતા અને કેરળ હાઈકોર્ટની સિંગલ બેન્ચે રિલીઝ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ સામાજિક સંવાદિતા અને કાયદો-વ્યવસ્થાને અસર કરી શકે છે. જોકે, નિર્માતાઓએ અપીલ કરી અને રિલીઝના દિવસે ત્રણ ન્યાયાધીશોની ડિવિઝન બેન્ચે સ્ટે ઉઠાવીને ફિલ્મને લીલી ઝંડી આપી.

આ વિવાદ વચ્ચે પણ અનેક સ્થળોએ શો રદ થયા અથવા મર્યાદિત રહ્યા છતાં, દર્શકોના એક વર્ગે ફિલ્મને આતુરતાથી જોઈ. ખાસ કરીને હિંદી બેલ્ટમાં નાઈટ શોમાં સારી ઓક્યુપન્સી જોવા મળી.

ફિલ્મની વાર્તા અને કાસ્ટ

'ધ કેરળ સ્ટોરી 2' ત્રણ છોકરીઓની વાર્તા પર આધારિત છે, જેમને પ્રેમ જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેનો હેતુ ખૂબ જ ભયાનક છે. મુખ્ય ભૂમિકાઓમાં ઉલ્કા ગુપ્તા, ઐશ્વર્યા ઓઝા અને અદિતિ ભાટિયા છે, જ્યારે અર્જન ઔજલા, સુમિત ગેહલાવત, અલકા અમીન અને રામજી બાલી જેવા કલાકારો મહત્વની ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થયેલી 'ધ કેરળ સ્ટોરી'ની સિક્વલ છે, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હવે આ સિક્વલ વિવાદ વચ્ચે પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને રવિવારે વધુ વૃદ્ધિની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now