Home Gujarat The Joy Of A Wedding In Vavli Village Of Jambusar Turned Into Mourning

જંબુસરના વાવલી ગામે લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ : માર્ગ અકસ્માતમાં વરરાજાના ભાઈનું મોત

જંબુસરના વાવલી ગામે લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 06:19 AM IST

જંબુસર તાલુકાના વાવલી ગામમાં લગ્નની ખુશી એક પળમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. ઘરે મોટા ભાઈના લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં વરરાજાના નાના ભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

મળતી માહિતી મુજબ દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર પોતાના મોટા ભાઈના લગ્ન માટે ફૂલ લેવા જંબુસર આવ્યા હતા. કામ પૂર્ણ કરીને પરત ફરતી વખતે જંબુસર-પાદરા રોડ ઉપર આવેલ વાઈટ ડાયમંડ નજીક તેમની બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે દેવાંશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યું

સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘરે લગ્નની તૈયારીઓ વચ્ચે અચાનક આવી દુર્ઘટના બનતાં પરિવારજનો પર આકાશ તૂટી પડ્યું હતું. જ્યાં એક તરફ લગ્નની ખુશીના માહોલમાં સગાસંબંધીઓ ભેગા થયા હતા, ત્યાં હવે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

અકસાનત અંગે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now