Home Gujarat The Holy Relics Of Lord Buddha Were Respectfully Sent To Sri Lanka For Display

સિંહોના દેશ ગુજરાતથી સિંહલદ્વિપની યાત્રા કરશે ભગવાન બુદ્ધના અવશેષો : ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે કરાવ્યું માનભેર પ્રસ્થાન

સિંહોના દેશ ગુજરાતથી સિંહલદ્વિપની યાત્રા કરશે ભગવાન બુદ્ધના અવશેષો
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 03:04 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં સંગ્રહિત ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં ભાવિકોના દર્શનાર્થે મોકલવાની ગૌરવશાળી વિધિમાં સહભાગી થઇ તેનું નેતૃત્વ કર્યું હતું. વડોદરાના પ્રાચીન સ્થળો પૈકીના એક એવા વિમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ અવશેષો સચવાયેલા છે. સિંહોના દેશ ગુજરાતથી સિંહલદ્વિપ એવા શ્રીલંકાની યાત્રા આ અવશેષો કરશે. ભગવાન બુદ્ધના અસ્થિ સહિતના આઠમી સદીના આ પવિત્ર અવશેષો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેને દિલ્હીથી શ્રીલંકા મોકલવામાં આવશે. તે શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે.

સિંહોના દેશ ગુજરાતથી સિંહલદ્વિપની યાત્રા કરશે ભગવાન બુદ્ધના અવશેષો

PM નરેન્દ્ર મોદીના વર્ષ 2025 દરમિયાનની શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ ઘનિષ્ટ કરવા માટે સહમતી સાધવામાં આવી હતી. તે પરિપ્રેક્ષ્યમાં બુદ્ધધર્મની બહુમતી ધરાવતા શ્રીલંકામાં આ અવશેષો તેના નૂતન વર્ષે મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતેથી આ પવિત્ર અવશેષોને રવાના કરશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાર પ્રોફેસર પણ કોલંબો જશે. CM ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ યુનિવર્સિટીના સયાજીગંજ કેમ્પસ સ્થિત ડિપાર્મેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્સીઅન્ટ સ્ટીડીમાં પહોંચ્યા હતા. તેઓ અહીં પહોંચ્યા ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તત્પશ્ચાત, મુખ્યમંત્રી અને મહાનુભાવોએ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. બુદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ પવિત્ર અવશેષોને સંગ્રહાલયમાંથી બહાર લઇ આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસની એક ટૂકડી દ્વારા ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેને એક વાહનમાં સુરક્ષિત રીતે રાખી શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પવિત્ર અવશેષોને ફ્લાઇટ મારફત દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

‘દશબલ શરીર નિલય’

ભગવાન બુદ્ધના અસ્થિ (એશીસ) સાથેની મંજૂષા, સિલ્કનું વસ્ત્ર સાથેનું પાત્ર, પથ્થરમાંથી બનાવેલા ઢાંકણાવાળા ખડિયા જેવા બોક્સનો આ અવશેષોમાં સમાવેશ થાય છે. આ બોક્સ ઉપર ચાંદી, સોનાના તાર ચઢાવવામાં આવ્યા છે. જેના ઉપર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં ‘દશબલ શરીર નિલય’ એવું લખાણ વાંચવા મળે છે. જેનો મતલબ થાય છે કે, દશબલ એટલે કે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોનું સ્થાન. શામળાજી પાસે દેવની મોરી તરીકે ઓળખાતા ટેકરા ખાતે ઉત્ખનન દરમિયાન આ પવિત્ર અવશેષો મળી આવ્યા હતા. મહારાજા સયાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પ્રો. એસ. એન. ચૌધરી દ્વારા 1957માં આ વિસ્તારને ઓળખવામાં આવ્યો હતો.

ભોજ રાજાનો ટેકરો સહિતના આસપાસ વિસ્તારમાં 1960 બાદ તબક્કાવાર ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને તેમાં અહીં બુદ્ધ વિહાર હોવાનું ફલિત થયું હતું. આઠમી સદીમાં આ બુદ્ધ વિહાર વિસ્મૃત થઇ ગયો હતો. આ વિશાળ બુદ્ધ વિહાર હિનયાનના સમ્મિતિયા પ્રશાખાનો હોવાનું માનવામાં આવે છે. તેના મુખ્ય મોંક સાધુ મહાસેનાના માર્ગદર્શનમાં સાધુ અગ્નિવર્મા અને સુદર્શન દ્વારા વિહાર નજીક શરીર સ્તૂતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં તા. 4થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા એક કાર્યક્રમમાં દર્શનાર્થે મૂકવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર