Home Sports The First Semi Final Of The T20 World Cup 2026 Will Be Between New Zealand And South Africa

T20 World Cup; આજે નક્કી થશે પ્રથમ ફાઇનલિસ્ટ! : કોલકાતામાં જામશે રોમાંચક મેચ, શું આફ્રિકા અજેય રહીને ફાઇનલમાં પહોંચશે?

T20 World Cup; આજે નક્કી થશે પ્રથમ ફાઇનલિસ્ટ!
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2026, 11:35 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભમાં 20 ટીમો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાંથી હવે માત્ર ચાર શ્રેષ્ઠ ટીમો—ઈન્ડિયા, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ—બાકી રહી છે. આજે 4 માર્ચના રોજ કોલકાતાના ઐતિહાસિક એડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ રમાશે. આ મેચમાં વિજેતા બનનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.

સાઉથ આફ્રિકાનો લીગ સ્ટેજમાં દબદબો:

લીગ સ્ટેજમાં સાઉથ આફ્રિકાની ટીમ ગ્રુપ-D માં ન્યુઝીલેન્ડની સાથે જ હતી. આફ્રિકન ટીમે આ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરતાં તમામ 4 મેચો જીતી લીધી હતી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. તેમની બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન જોવા મળ્યું હતું, જેના કારણે તેઓ ટુર્નામેન્ટમાં હજુ સુધી અજેય રહ્યા છે.

સુપર-8 માં આફ્રિકાની અજેય સફર:

સુપર-8 ની મેચોમાં પણ સાઉથ આફ્રિકાએ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. આ તબક્કે ટીમે ક્રિકેટ જગતની મજબૂત ટીમો એવી ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને હરાવીને સેમીફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી હતી. કેપ્ટન એડન માર્કરામના નેતૃત્વમાં ટીમ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.

ન્યુઝીલેન્ડનો સેમીફાઇનલ સુધીનો પ્રવાસ:

ન્યુઝીલેન્ડની ટીમે પણ આ ટુર્નામેન્ટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. લીગ સ્ટેજમાં સાઉથ આફ્રિકા સામે હારવા છતાં, કીવી ટીમે અન્ય મેચો જીતીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમના અનુભવી ખેલાડીઓ ડેરિલ મિશેલ અને મિશેલ સેન્ટનર આજે એડન ગાર્ડન્સની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર મોટો તફાવત લાવી શકે છે.

એડન ગાર્ડન્સમાં રમાશે સેમીફાઇનલ 1:કોલકાતાનું એડન ગાર્ડન્સ સ્ટેડિયમ હંમેશા મોટા સ્કોર અને રોમાંચક મેચો માટે જાણીતું છે. આજના મેચમાં સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા પાવર હિટર્સ પર નજર રહેશે, જ્યારે ન્યુઝીલેન્ડ તેમની શિસ્તબદ્ધ બોલિંગથી આફ્રિકન બેટ્સમેનોને રોકવાનો પ્રયાસ કરશે. સાંજે 7:00 વાગ્યે શરૂ થનારી આ મેચ પર સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now