The Kerala Story 2 Goes Beyond: 2023માં રિલીઝ થયેલી વિવાદાસ્પદ અને બ્લોકબસ્ટર ફિલ્મ 'The Kerala Story' ની સિક્વલ'The Kerala Story 2 Goes Beyond' નું પાવરફુલ ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મ પહેલા ભાગ કરતાં વધુ તીવ્ર, ભાવુક અને ચર્ચાસ્પદ લાગે છે. ટ્રેલર એક ચોંકાવનારા નિવેદનથી શરૂ થાય છે કે આગામી 25 વર્ષમાં ભારત ઇસ્લામિક રાજ્ય બની શકે છે, અને તે પછી વિવિધ રાજ્યોમાં ધર્માંતરણની ભયાનક વાર્તાઓ ખુલીને સામે આવે છે.
ધર્માંતરણ પાછળનું મોટું ષડયંત્ર
ટ્રેલરમાં ત્રણ હિન્દુ યુવતીઓની વાર્તાઓ દર્શાવવામાં આવી છે – ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા – જેઓ પ્રેમના નામે ફસાઈ જાય છે અને તેમના ધર્માંતરણ પાછળનું મોટું ષડયંત્ર ખુલે છે. રાજસ્થાનમાં 16 વર્ષની છોકરીના બળજબરી ધર્માંતરણની ફરિયાદ, મધ્યપ્રદેશમાં પ્રેમના બહાને છેતરાઈ અને કેરળમાં લિવ-ઇન રિલેશનશિપના દબાણ હેઠળની વેદના – આ બધું ટ્રેલરમાં અસરકારક રીતે દેખાડવામાં આવ્યું છે.
ફિલ્મનું નિર્દેશન કામાખ્યા નારાયણ સિંહે કર્યું છે, જ્યારે વિપુલ અમૃતલાલ શાહ અને અશ્વિન એ. શાહે તેનું નિર્માણ કર્યું છે. સનશાઇન પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ કોર્ટ કેસ અને વાસ્તવિક અનુભવો પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા
રિલીઝ તારીખ: 27 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચલાવી દીધી છે – કેટલાકને તે ગોસબમ્પ્સ આપે છે તો કેટલાક તેને વિવાદાસ્પદ માને છે. "આ વખતે સહન નહીં કરીએ... લડીશું!" એવું સ્લોગન સાથેની આ ફિલ્મ દર્શકોને હચમચાવી દેવા માટે તૈયાર લાગે છે!




















