Home Entertainment The Explosive Poster Of Vadh 2 Has Been Released Know When The Film Will Be Released

'Vadh 2' નું ધમાકેદાર પોસ્ટર રિલીઝ : સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ખતરનાક લુક આવ્યો સામે, જાણો કયારે આવશે ફિલ્મ થિયેટરમાં?

'Vadh 2' નું ધમાકેદાર પોસ્ટર રિલીઝ
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 09:53 AM IST

Vadh 2 poster released: 2022ની સુપરહિટ ક્રાઈમ થ્રિલર ફિલ્મ “Vadh”ના ચાહકો માટે ખુશખબર! સંજય મિશ્રા અને નીના ગુપ્તાની સુપરબ જોડી ફરી એકવાર મોટા પડદે “Vadh 2” સાથે ધૂમ મચાવવા તૈયાર છે. આજે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મી મીડિયા પર હલચલ મચી ગઈ છે અને ફિલ્મનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પોસ્ટરમાં સંજય મિશ્રા-નીના ગુપ્તા આવા દેખાય છે.

પોલીસ યુનિફોર્મમાં એકદમ તીવ્ર અને ગંભીર અંદાજ

નવા પોસ્ટરમાં સંજય મિશ્રા પોલીસ યુનિફોર્મમાં એકદમ તીવ્ર અને ગંભીર અંદાજમાં જોવા મળી રહ્યા છે, જ્યારે નીના ગુપ્તા સફેદ પોશાકમાં રહસ્યમયી અને ઇમોશનલ લુક આપી રહી છે. બંને કલાકારોની આં આંખોમાં એક અજીબ તણાવ અને રહસ્ય ઝલકે છે, જે ફિલ્મની વાર્તા વિશે ઘણું બબધું કહી જાય છે.

પોસ્ટર શેર કરતાં સંજય મિશ્રાએ કેપ્શનમાં લખ્યું:

“ક્યારેક તમે જે જુઓ છો… તે સંપૂર્ણ સત્ય હોતું નથી.”

આ એક જ લીટીએ દર્શકોની ઉત્સુકતા બે ગણી વધારી દીધી છે.

ફિલ્મ ક્યારે આવશે?

“Vadh 2” 6 ફેબ્રુઆરી 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે હવેથી માત્ર 60 દિવસની રાહ!

કોણ બનાવી રહ્યું છે ફિલ્મ?

પ્રોડક્શન: લવ રંજનનું લવ ફિલ્મ્સ

લેખન-દિગ્દર્શન: જસપાલ સિંહ સંધુ

મુખ્ય કલાકાર: સંજય મિશ્રા, નીના ગુપ્તા

(બાકીના કલાકારોની જાહેરાત હજુ બાકી છે)

વિવેચકોની વાહવાહી

પહેલી ફિલ્મ “વધ” સાચી ઘટનાઓથી પ્રેરિત હતી અને તેણે બૉક્સ ઑફિસ પર સારી કમાણી સાથે વિવેચકોની વાહવાહી પણ મેળવી હતી. હવે “વધ 2” નવી વાર્તા હશે કે પહેલી ફિલ્મની વાર્તા આગળ વધારશે – એ જાણવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તો તૈયાર રહો… “Vadh 2” ટૂંક સમયમાં થિયેટરમાં આવી રહી છે અને ફરી એકવાર તમારા રૂંવાડા ઊભા કરવાની છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now