Home Automobile The Cheapest Car With Sunroof And Mileage Of 33 Under 10 Lakhs Know This

10 લાખની અંદર સનરૂફ અને 33 ની માઇલેજ આપતી સૌથી સસ્તી કાર! : હાઇ-ટેક ફીચર્સ અને દમદાર બિલ્ડ ક્વોલિટી સાથેની આ ત્રણ Cars

10 લાખની અંદર સનરૂફ અને 33 ની માઇલેજ આપતી સૌથી સસ્તી કાર!
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 11:03 AM IST

Here are the 3 best low-cost cars: આજના સમયમાં ભલે લોકો SUV પાછળ દોડી રહ્યા હોય, પરંતુ જે આરામ અને 'રાઇડ ક્વોલિટી' એક સેડાન કારમાં મળે છે, તે અનુભવ ખૂબ અલગ છે. ખાસ કરીને લાંબી મુસાફરી માટે સેડાન કાર આજે પણ મધ્યમ વર્ગના પરિવારોની પહેલી પસંદ છે. જો તમે પણ તમારા બજેટમાં એક સેફ અને વધુ માઇલેજ આપતી કાર શોધી રહ્યા છો, તો ભારતીય બજારમાં આ 3 ઓપ્શન શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

Tata Tigor

જો તમારું બજેટ મર્યાદિત છે અને તમે સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવા માંગતા નથી, તો Tata Tigor કાર એક શ્રેષ્ઠ ઓપ્શન છે. તેની કિંમત ₹5.48 લાખ (એક્સ-શોરૂમ) થી ₹8.73 લાખ સુધીની છે, તેને ગ્લોબલ NCAP દ્વારા 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે. તે પેટ્રોલ પર 19.2 કિમી/લીટર અને CNG પર 26 કિમી/કિલોગ્રામની માઇલેજ આપે છે. આ કાર એ લોકો માટે શ્રેષ્ઠ છે, જે મજબૂત બોડી અને ઓછી કિંમતમાં સેફ કાર ઇચ્છતા હોય છે.

Hyundai Aura

શહેરમાં ચલાવવા માટે અને પ્રીમિયમ લુક માટે આ મોડલ ઘણું લોકપ્રિય છે. આ કારની સૌથી મોટી તાકાત તેના ફીચર્સ છે. આ કાર Hyundai ની Aura છે, જેની કિંમત ₹5.98 લાખથી ₹ 8.41 લાખ સુધી જાય છે. સેફટીમાં આ કારના તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. આ કારમાં વાયરલેસ ચાર્જિંગ, ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ અને શાનદાર ઇન્ટિરિયર તેને લક્ઝરી ફીલ આપે છે. આ કારની માઇલેજ પેટ્રોલ પર 20.5 કિમી અને CNG પર 25 કિમી સુધીની છે.

Maruti Dzire

ભારતમાં સૌથી વધુ વેચાતી આ સેડાન કાર Maruti Dzire હવે નવા લુકમાં વધુ સેફ અને હાઇટેક બની ગઈ છે. Maruti Dzire ની કિંમત ₹6.26 લાખથી ₹9.31 લાખની વચ્ચે છે. આ કારની માઇલેજ પેટ્રોલમાં 25.71 કિમી અને CNG માં 33.73 કિમી/કિલોગ્રામની જબરદસ્ત માઇલેજ આપે છે. આ કારમાં સનરૂફ અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ સાથે હવે તેને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now