Home Gujarat The Case Of Mu Rder Of A Bjp Worker In Khadia In The Year

‘ખાડિયાનો ડોન’ મોન્ટુ નામદારને આજીવન કેદની સજા : ફિલ્મી સ્ટાઇલમાં ભાજપ કાર્યકર્તાની કરી હતી હત્યા

‘ખાડિયાનો ડોન’ મોન્ટુ નામદારને આજીવન કેદની સજા
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 12:31 PM IST

Ahmedabad News: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 'ખાડિયાનો ડોન' મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને અમદાવાદમાં વર્ષ 2022 માં ખાડિયામાં ભાજપ કાર્યકર્તાની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં મોન્ટુ નામદાર, જયરાજ દેસાઈ, વિશ્વ રામી અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારી છે. કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ઉર્ફે 'ખાડીયાના ડોન' એ વર્ષ 2022 માં ભાજપના કાર્યકરની હત્યા કરી હતી. જેમાં મોન્ટુ પર IPC ની કલમ 143, 144, 147, 148, 149, 302, 120B અને ગુજરાત પોલીસ એક્ટ 135 ની કલમ મુજબ ગુનો નોંધાયો હતો.

પોલીસને ચકમો આપીને ભાગ્યો હતો

19 મી જૂને 'અમદાવાદનો ડોન' મોન્ટુ નામદાર અસલાલી સર્કલ નજીકના નામદાર ફાર્મ હાઉસમાંથી પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. તેને શોધવા માટે ગુજરાત પોલીસે આકાશ-પાતાળ એક કર્યાં હતાં. આ કુખ્યાત ડોન અંદાજે 1 મહિના બાદ ફરીથી પકડાઇ ગયો હતો. મોન્ટુ જ્યારે ફરાર થયો ત્યારે તે પોલીસના જાપ્તામાં હતો. તેને મુદત માટે નડિયાદથી અમદાવાદની કોર્ટમાં લવાયો હતો જ્યાંથી પોલીસકર્મીઓ સાંજે તેને લઇને નડિયાદ પાછા જતા હતા.

શું છે સમગ્ર મામલો?

ખાડિયા વિસ્તારના માથાભારે શખસ એવા જુગારના બૂટલેગર મોન્ટુ નામદારે પોતાની જુની અદાવતને અંજામ આપ્યો હતો. બુધવારે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાની પોળમાં પોતાની ઓફિસ બહાર જ ફિલ્મી સ્ટાઇલે બેઝબોલ અને સાગરીતો સાથે મોન્ટુએ રાકેશ નામના યુવકને ઢોર માર માર્યો હતો. મોન્ટુએ સાગરીતો સાથે રાકેશને અસહ્ય માર મારતા તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now