Home Sports The Captain Checked The Pockets Of Abhishek Sharma Who Was Struggling With Poor Form

ખરાબ ફોર્મથી લડી રહેલ Abhishek Sharma નું ખિસ્સું ચેક કર્યું કેપ્ટને! : ભારત-સાઉથ આફ્રિકા મેચ પહેલા, અમદાવાદમાં પ્રેક્ટિસનો Video વાઇરલ

ખરાબ ફોર્મથી લડી રહેલ Abhishek Sharma નું ખિસ્સું ચેક કર્યું કેપ્ટને!
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 04:59 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 21 ફેબ્રુઆરીથી 'સુપર 8' સ્ટેજનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે રમવાની છે. આ હાઇ-વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા જોરશોરથી તૈયારીઓ કરી રહી છે, પરંતુ આ ગંભીર પ્રેક્ટિસ વચ્ચે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા વચ્ચે એક એવી મજેદાર ઘટના બની જેણે સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે.

કેપ્ટન સૂર્યાની મજાક

અમદાવાદમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ મજાકિયા અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે પ્રેક્ટિસ વચ્ચે અચાનક અભિષેક શર્માના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું હતું. સૂર્યા એ જોવા માંગતો હતો કે, શું અભિષેકના ખિસ્સામાં કોઈ કાગળનો ટુકડો કે ચિઠ્ઠી છે? આ ક્ષણ જોઈને મેદાન પર હાજર અન્ય ખેલાડીઓ પણ હસી પડ્યા હતા. જોકે, તપાસમાં સૂર્યાને કશું મળ્યું નહોતું.

IPL 2025 નું કનેક્શન

સૂર્યાએ આવું કેમ કર્યું તેની પાછળ એક ખાસ કારણ છે. IPL 2025 દરમિયાન જ્યારે અભિષેક શર્માએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી, ત્યારે તેણે પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને ઉજવણી કરી હતી. તે ચિઠ્ઠી પર લખ્યું હતું, "This Is For Orange Army (SRH)" કદાચ સૂર્યા એ જ તપાસી રહ્યો હતો કે, સાઉથ આફ્રિકા સામેની મોટી મેચ માટે પણ અભિષેક શર્માએ કોઈ ખાસ 'સ્પેશિયલ નોટ' તૈયાર રાખી છે કે કેમ!

અભિષેક માટે મુશ્કેલ સમય

અભિષેક શર્મા માટે આ વર્લ્ડ કપ અત્યાર સુધી યાદગાર રહ્યો નથી. તેને અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, પરંતુ ત્રણેય મેચમાં તે પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો છે. USA, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ જેવી ટીમો સામે તે શૂન્ય રને આઉટ થયો હતો. આ ખરાબ ફોર્મને કારણે તેના પર દબાણ છે, જોકે કેપ્ટન સૂર્યાએ મજાક કરીને વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીમારીને કારણે મેચ ગુમાવી

ખરાબ ફોર્મની સાથે નસીબે પણ અભિષેકનો સાથ આપ્યો નથી. નામિબિયા સામેની મેચમાં તેને રમવાની તક મળે તેવી શક્યતા હતી, પરંતુ પેટમાં ચેપ (Stomach Infection) લાગવાને કારણે તે મેદાનમાં ઉતરી શક્યો ન હતો. હવે સુપર 8 માં સાઉથ આફ્રિકા સામે તે ફોર્મ પરત મેળવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now