Home Business Thalapathy Vijay Net Worth Fd Investment Portfolio Tamil Nadu Cmthalapathy Vijay Net Worth Vijay Fd Investment Tamil Nadu Cm Wealth Thalapathy Vijay Share Portfolio Vijay Net Worth Gujarati

તમિલનાડુના નવા CM થલાપતિ વિજય પાસે કરોડોની સંપત્તિ! : માત્ર FDમાંથી જ દર મહિને લાખોનું વ્યાજ, જાણો કયા શેરોમાં કર્યું છે રોકાણ

Thalapathy Vijay
Image Credit: instagram
Published by: Suman Dabhi
Last Updated: May 10, 2026, 08:46 AM IST

Thalapathy Vijay Net Worth: તમિલ સિનેમાના સુપરસ્ટાર અને હવે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનેલા થલાપતિ વિજય ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. રાજકારણમાં ઐતિહાસિક એન્ટ્રી બાદ હવે તેમની સંપત્તિ, રોકાણ અને કરોડોની કમાણી અંગેની વિગતો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઈ રહી છે. ખાસ કરીને માત્ર ફિક્સ ડિપોઝિટમાંથી દર મહિને કરોડો રૂપિયાનું વ્યાજ મળતું હોવાનો ખુલાસો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર આવ્યો છે. લાંબા સમયથી સત્તામાં રહેલી સ્ટાલિન સરકાર બાદ હવે રાજ્યમાં થલાપતિ વિજયના નેતૃત્વમાં નવી સરકાર રચાઈ છે. રવિવારે સવારે લગભગ 10:15 વાગ્યે જોસેફ વિજય ચંદ્રશેખર, જેને લોકો પ્રેમથી “થલાપતિ વિજય” તરીકે ઓળખે છે, તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ફિલ્મ જગતમાં અદભૂત લોકપ્રિયતા મેળવનાર વિજય હવે સંપૂર્ણ સમયના રાજકારણી તરીકે નવી જવાબદારી સંભાળશે. જોકે, રાજકારણમાં પ્રવેશ પહેલા જ તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ કમાણી કરનાર કલાકારોમાં સામેલ હતા. હવે તેમની સંપત્તિ અને રોકાણ પોર્ટફોલિયોની વિગતો સામે આવતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

₹648 કરોડથી વધુની સંપત્તિએ વધારી ચર્ચા

ચૂંટણી સોગંદનામા અનુસાર થલાપતિ વિજયની કુલ સંપત્તિ અંદાજે ₹648 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. તેમાં સ્થાવર મિલકતો, બેંક ડિપોઝિટ, રોકાણ, વાહનો, દાગીના અને અન્ય સંપત્તિઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ટોચના અભિનેતા તરીકે કાર્યરત રહેલા વિજયે પોતાની ફિલ્મ ફી, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્ય આવકના સ્ત્રોતો દ્વારા વિશાળ સંપત્તિ ઊભી કરી છે.

રસપ્રદ વાત એ છે કે તેમની બેંકમાં જમા રકમ પણ ખૂબ જ મોટી છે. સોગંદનામા મુજબ તેમના વિવિધ બેંક ખાતાઓમાં ₹230 કરોડથી વધુની રકમ જમા છે. ચૂંટણી પહેલા તેમની પાસે આશરે ₹2 લાખ રોકડ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું.

માત્ર FDમાંથી દર મહિને લાખોનું વ્યાજ

થલાપતિ વિજયના રોકાણ પોર્ટફોલિયોમાં સૌથી વધુ ચર્ચા તેમની ફિક્સ ડિપોઝિટને લઈને થઈ રહી છે. માહિતી મુજબ તેમના નામે વિવિધ બેંકોમાં કુલ ₹100 કરોડથી વધુની FD છે. આ FDમાંથી તેઓ દર મહિને અંદાજે ₹54 લાખ જેટલું વ્યાજ મેળવે છે. એટલે કે વાર્ષિક વ્યાજ આવક ₹6.48 કરોડથી વધુ થાય છે.

તેમણે અલગ અલગ બેંકોમાં નીચે મુજબ FD કરાવી છે:

દેશની સૌથી મોટી બેંક State Bank of India માં ₹15 કરોડની FD

Axis Bank માં ₹40 કરોડની FD

HDFC Bank માં ₹20 કરોડની FD

Indian Overseas Bank માં ₹25 કરોડની FD

આંકડા દર્શાવે છે કે વિજય માત્ર અભિનય કે રાજકારણથી જ નહીં, પરંતુ મજબૂત નાણાકીય આયોજન દ્વારા પણ વિશાળ સંપત્તિ ઊભી કરવામાં સફળ રહ્યા છે.

શેરબજારમાં પણ છે રોકાણ

જ્યારે તેમની FD રોકાણની ચર્ચા વધારે થઈ રહી છે, ત્યારે શેરબજારમાં તેમનું રોકાણ તેની સરખામણીએ ઘણું ઓછું હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી સોગંદનામા મુજબ તેમનું કુલ શેરબજાર રોકાણ ₹20 લાખથી ઓછું છે.

તેમના પોર્ટફોલિયોમાં સૌથી મોટું રોકાણ જયા નાગા પ્રોપર્ટીમાં હોવાનું કહેવાય છે, જેમાં અંદાજે ₹19 લાખનું રોકાણ છે. ઉપરાંત તેઓ પાસે ઇન્ડિયન ઓવરસીઝ સંબંધિત શેર અને સન પેપર મિલના શેર પણ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

રસપ્રદ બાબત એ છે કે તેમની પાસે કોઈ LIC પોલિસી નથી. સામાન્ય રીતે મોટા ઉદ્યોગપતિઓ અથવા ફિલ્મ સ્ટાર્સ પાસે વિવિધ પ્રકારની વીમા પોલિસી જોવા મળે છે, પરંતુ વિજયના સોગંદનામામાં LIC રોકાણનો ઉલ્લેખ નથી.

આ પણ વાંચો: LPG સિલિન્ડરના નવા દર જાહેર : 10 મે 2026થી રાજ્યવાર બદલાયા ભાવ, જામો ગ્રાહકો પર શું પડશે અસર?

કરોડોના દાગીના અને વૈભવી સંપત્તિ

થલાપતિ વિજય અને તેમની પત્ની સંગીતા પાસે કરોડો રૂપિયાના દાગીના પણ છે. સોગંદનામા અનુસાર વિજય પાસે આશરે ₹1 કરોડના સોનાના દાગીના અને ₹15 લાખની ચાંદી છે.

બીજી તરફ તેમની પત્ની સંગીતા પાસે 3.13 કિલો સોનું, 134.9 કેરેટ હીરા અને લગભગ 2 કિલો ચાંદી છે. આ તમામ દાગીનાની કુલ કિંમત અંદાજે ₹5.4 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત વિજય પાસે વૈભવી ઘરો, લક્ઝરી વાહનો અને અન્ય ઊંચી કિંમતની સંપત્તિઓ પણ હોવાનું માનવામાં આવે છે. ફિલ્મ સ્ટાર તરીકે તેમની લાઈફસ્ટાઈલ લાંબા સમયથી ચર્ચામાં રહી છે.

ફિલ્મ સ્ટારથી મુખ્યમંત્રી સુધીનો અનોખો સફર

થલાપતિ વિજયનો રાજકારણમાં પ્રવેશ માત્ર સેલિબ્રિટી એન્ટ્રી તરીકે જોવામાં આવી રહ્યો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે પોતાના રાજકીય અભિગમ, સામાજિક કાર્યક્રમો અને જનસંપર્ક દ્વારા મોટી લોકપ્રિયતા મેળવી હતી. ખાસ કરીને યુવા મતદારોમાં તેમની અસર નોંધપાત્ર રહી છે.

ફિલ્મોમાં તેઓએ “જનતા માટે લડતા હીરો”ની છબી ઉભી કરી હતી અને હવે તે જ છબી સાથે તેઓ રાજકારણમાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તેમની લોકપ્રિયતા અને મજબૂત બ્રાન્ડ વેલ્યૂએ તેમને ઝડપથી રાજકીય સફળતા અપાવવામાં મદદ કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now