Home Gujarat Teacher Caught Taking Bribe Of Rs 280 Lakh In Kutch

2.80 લાખ રૂપિયાની લાંચ લેતો શિક્ષક ઝડપાયો : માલ સપ્લાયર પાસે માગ્યા હતા પૈસા

2.80 લાખ રૂપિયાની લાંચ લેતો શિક્ષક ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 12:34 PM IST

kutch teacher ACB taking trap : કચ્છ જિલ્લાના ભુજ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે લાંચ લેતા આરોપીને રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ ઘનશ્યામભાઈ મનોરભાઈ પટેલ છે. તેઓ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી, નખત્રાણા ખાતે મંત્રી અને કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવે છે તેમજ સાથે સાથે શ્રી મથલ પ્રાથમિક શાળા, તાલુકો નખત્રાણા, કચ્છ ખાતે મુખ્ય શિક્ષક (વર્ગ-03) તરીકે પણ ફરજ બજાવે છે.

નખત્રાણાને માલ સપ્લાય કર્યો હતો

ફરિયાદ મુજબ ફરીયાદીની કંપનીએ શ્રી નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી, નખત્રાણાને માલ સપ્લાય કર્યો હતો. સપ્લાય કરેલા માલના બીલોની કુલ રકમ રૂ. 7,52,132 મંજૂર કરાવવા બદલ આરોપીએ પોતાના કમિશન તરીકે ફરીયાદી પાસે રૂ. 2,80,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી અને આ રકમ આપવાનો વાયદો કરાવ્યો હતો. લાંચની માંગણીથી નારાજ ફરીયાદી આ રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરાઈ

ફરિયાદના આધારે ACB દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 2,80,000 ની લાંચની માંગણી કરી, સ્વીકારી અને તરત જ ACB ટીમ દ્વારા રંગે હાથ પકડાઈ ગયો હતો. આ ટ્રેપ શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ ઉપર, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ રૂ. 2,80,000/- જપ્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now