Home Health-lifestyle Tea Or Coffee What Is More Healthy

ચા કે કોફી : હેલ્ધી શું છે?

ચા કે કોફી
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 03:41 PM IST

ચા હોય કે કોફી, શિયાળામાં બંનેની મજા અલગ હોય છે. આ બંનેને સમગ્ર વિશ્વમાં ખુબ પસંદ કરવામાં આવે છે. ભારતમાં ચા અને કોફીનો અલગ જ ક્રેઝ જોવા મળે છે. અહીં લોકોનો દિવસ ચા કે કોફીના કપથી શરૂ થાય છે અને દિવસનો અંત પણ ચા કે કોફીથી જ થાય છે. જો કે, ચા કે પછી કોફી..તેને લઈને લોકોમાં ઘણીવાર ચર્ચા થતી હોય છે. ચા પ્રેમીઓ માને છે કે ચા વધુ સારી છે, જ્યારે કોફી પ્રેમીઓ માટે કોફી શ્રેષ્ઠ છે. ત્યારે આજે આપણે આ પ્રશ્નનોનો જવાબ ડૉ. ગીતા શ્રોફ (ડાયરેક્ટર ન્યુબેલા સેન્ટર ફોર વુમન હેલ્થ, નવી દિલ્લી) પાસેથી જાણીશું કે ચા અને કોફીમાંથી શું સારું છે.

ચા અને કોફીના ફાયદા
ચા અને કોફી બંનેમાં કેફેઈન અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જેને હેલ્ધી માનવામાં આવે છે. જેને પીવાથી એનર્જી લેવલ વધે છે. અને માનસિક એલર્ટ પણ રહીએ છીએ. એલ-થીનાઇનથી ભરપૂર ચા શાંતિ આપે છે.  તો કેફેઈનથી ભરપૂર કોફી ત્વરિત ઊર્જા આપે છે અને જે શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરે છે, ટાઇપ 2 ડાયાબિટિસ અને અલ્ઝાઈમર જેવા ક્રોનિક ડિસિઝનું જોખમ ઘટાડે છે અને મેટાબોલિઝમ પણ વધારે છે.

બંનેમાંથી શું સારું છે?
જો તમે કેફીન પ્રત્યે સેન્સિટિવ છો તો ચા તમે પસંદ કરી શકો છો.

સ્વાસ્થ્ય પર અસર
તમે કયા કારણોથી પી રહ્યાં છો તે અગત્યનું છે. જો તમે એનર્જી વધારવા માગતા હોવ તો, કોફી આપની પસંદગી હોઈ શકે છે. પરંતુ આરામ અને સ્ટ્રેસ ઘટાડવા માટે ચા વધુ સારી હોઈ શકે છે.  એટલે કે એવું કહી શકાય કે જો મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો કોફી અને ચા બંને સારા છે. તમે તમારી પસંદગી અને સ્વાસ્થ્ય અનુસાર આ બેમાંથી કોઈપણને પસંદ કરી શકો છો. જો કે, કેફેઈન તમારા માટે યોગ્ય છે કે કેમ તે નક્કી કરવા માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now