Home Tech/Gadgets Taxi Scam Bengaluru Man Flags Airport Taxi Scam Using App Looks Like Uber

Taxi Scam : કેબથી સફર કરનારાઓ થઈ જાવ સાવધાન! ઉબેરના નામે ચાલી રહ્યો છે મોટો સ્કેમ

Taxi Scam
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2024, 11:21 AM IST

Taxi Scam: જો તમે પણ કેબ દ્વારા મુસાફરી કરો છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. બેંગલુરુના એક વ્યક્તિએ એક નવા કૌભાંડ વિશે માહિતી આપી છે, જેમાં કેબ ડ્રાઇવરો ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા માટે નકલી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે જે ઉબેર એપ્લિકેશનની ચોક્કસ નકલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહેશ સુથારે ખુલાસો કર્યો છે કે, ડ્રાઈવરે તેના બિલમાં રૂ. 1,000 વધારાનો ઉમેરો કરવા માટે બ્લુમીટર નામની એપનો ઉપયોગ કર્યો, જે બિલકુલ ઉબેર જેવી જ દેખાય છે. ચાલો જાણીએ આખો મામલો...

શું છે સમગ્ર મામલો?
X પોસ્ટમાં મહેશે જણાવ્યું કે, તેમણે બેંગ્લોર એરપોર્ટથી કેબ બુક કરાવી હતી. ટેક્સી ડ્રાઈવરે વાહનમાં ચઢતાની સાથે જ સવારી શરૂ કરવા માટે ઉબેર જેવી જ એપનો ઉપયોગ કર્યો હતો. જો કે, ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી બેંગલુરુ પેસેન્જરને સમજાયું કે તેને 1,000 રૂપિયા વધારાના ચૂકવવા માટે કહેવામાં આવી રહ્યું છે.

જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ટેક્સી ડ્રાઈવરે દાવો કર્યો કે વધારાના પૈસા GSTના કારણે છે અને યોગ્ય બિલ આપવાનો ઈન્કાર કર્યો. છેતરપિંડીનો પ્રયાસ કરનાર ટેક્સી ડ્રાઇવરની તસવીર શેર કરતા મહેશે લખ્યું કે, "આ વ્યક્તિએ મને ઉબેર એપની એક ચોક્કસ નકલ બતાવી, જ્યારે તેમણે રાઇડ શરૂ કરી અને સમાપ્ત કરી, ત્યારે તેમાં 1000 રૂપિયા વધારાના હતા."

આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે?
મહેશે એ પણ સમજાવ્યું કે, આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે. તેમણે લખ્યું કે, “તેઓ બ્લુમીટર નામની એન્ડ્રોઇડ એપનો ઉપયોગ કરે છે જે ઉબેર જેવી દેખાય છે. તેઓ વિશ્વસનીયતા બનાવવા માટે 'ટ્રીપ સ્ટાર્ટ' બટન દર્શાવે છે અને ક્લિક કરે છે. પછીથી તેઓ એ જ એપ પર રાઈડ સમાપ્ત કરે છે જે ઘણી વધારે રકમ દર્શાવે છે. જ્યારે, જો તમે બિલ માંગશો તો તેઓ કહેશે કે બિલિંગ સિસ્ટમ ખરાબ છે.

અનેક લોકો આ કૌભાંડનો બન્યા શિકાર
વ્યક્તિએ Google Play Store પર બ્લુમીટર એપનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેના દ્વારા ડ્રાઇવરો ભાડું વધારવા માટે તેમની પોતાની વધારાની કિંમત ઉમેરી શકે છે. એક યુઝરે લખ્યું કે, તેઓ આવા જ કૌભાંડનો ભોગ બન્યા છે, પરંતુ અન્ય લોકોએ પૂછ્યું કે, એરપોર્ટ કેબ મીટરને બદલે એપ્લિકેશનનો ઉપયોગ કેમ કરી રહી છે. એક X યુઝરે લખ્યું કે, “ખરેખર બેંગ્લોર એરપોર્ટ ટેક્સીઓમાં તેઓ પાસે એક રિયલ મીટર ચાલી રહ્યું હોય છે. એપ નથી.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now