Home Automobile Tatas Most Successful Car Will Be Seen In A New Avatar Equipped With Many High Tech Features

નવા અવતારમાં જોવા મળશે TATAની સૌથી સફળ કાર : અનેક હાઈટેક ફીચર્સથી હશે સજ્જ

નવા અવતારમાં જોવા મળશે TATAની સૌથી સફળ કાર
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 06:24 PM IST

ટાટા મોટર્સ પોતાની લોકપ્રિય માઇક્રો SUV ટાટા પંચનું ફેસલિફ્ટ વર્ઝન તહેવારોની મોસમ દરમિયાન ઓક્ટોબર 2025માં ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપની દ્વારા ડિઝાઇન અને ટેકનોલોજીમાં મોટા ફેરફાર કરીને ગ્રાહકોને વધુ આકર્ષિત કરવાની તૈયારી કરવામાં આવી છે.

ડિઝાઇનમાં EV ટચ
ટેસ્ટિંગ દરમિયાન બહાર આવેલા તસવીરો પરથી જાણવા મળે છે કે ટાટા પંચ ફેસલિફ્ટનું લુક તેના ઇલેક્ટ્રિક વર્ઝનથી પ્રેરિત છે. નવા મોડેલમાં મળશે:

સ્લિમ LED હેડલેમ્પ્સ
નવી ગ્રિલ અને નવી ફ્રન્ટ બમ્પર ડિઝાઇન
C-આકારના DRLs
નવા એલોય વ્હીલ્સ અને સુધારેલા રીઅર બમ્પર
આ સાથે SUVને વધુ બોલ્ડ અને યુવા ગમતી સ્ટાઇલ મળશે.

ઇન્ટિરિયર અને ટેક્નોલોજી અપડેટ
ફેસલિફ્ટ મોડેલમાં હવે મળશે:
10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
વધારે પ્રીમિયમ ફીલીંગ માટે નવી ઇન્ટિરિયર ફિનિશ

એન્જિન યથાવત રહેશે
પંચ ફેસલિફ્ટમાં એન્જિનમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. તેમાં ફરીથી મળશે:
1.2 લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન (86 bhp / 113 Nm)
5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પ
CNG મોડેલ પણ યથાવત (73.4 bhp / 103 Nm), અને હવે તેમાં AMTનો વિકલ્પ પણ આવે તેવી શક્યતા

કિંમતમાં થઈ શકે છે વધારો
હાલમાં ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત ₹6.20 લાખથી ₹10.32 લાખ છે. નવી સુવિધાઓ અને ડિઝાઇન અપડેટના કારણે ફેસલિફ્ટ મોડેલની કિંમતમાં થોડો વધારો થવાની સંભાવના છે.

ટાટાની નવી SUV ‘સ્કાર્લેટ’ પણ કરશે એન્ટ્રી
ટાટા મોટર્સ ફેસલિફ્ટ સાથે નવી SUV ‘સ્કાર્લેટ’ પર પણ કામ કરી રહી છે, જે પંચ અને નેક્સન વચ્ચેની શ્રેણીમાં આવી શકે છે.
સ્કાર્લેટમાં મળશે:

ICE અને EV બંને વિકલ્પ
સીએરા SUVથી પ્રેરિત બોક્સી અને મસ્ક્યુલર ડિઝાઇન
જગ્યા, સ્ટાઇલ અને પરફોર્મન્સ ઈચ્છતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now