Home Automobile Tata Tiago Ev Facelift Will Be Launched With Sunroof And Range Of Up To 265km

Tata Tiago EV Facelift; સનરૂફ અને 265km સુધીની રેન્જ સાથે થશે લોન્ચ! : જાણો સ્ટાઇલિશ લુક, બેટરી અને નવા અપડેટ્સ વિશેની માહિતી

Tata Tiago EV Facelift; સનરૂફ અને 265km સુધીની રેન્જ સાથે થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 12:43 PM IST

Tata Tiago EV Facelift : ભારતીય ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માર્કેટમાં ટાટા મોટર્સનો દબદબો વર્ષોથી રહ્યો છે. ટાટાની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર 'Tiago EV' હવે નવા લુક અને ફીચર્સ સાથે માર્કેટમાં ફરી એન્ટ્રી કરવા જઈ રહી છે. હાલમાં આ નવી કારને રોડ ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, કંપની તેને પહેલા કરતાં વધુ આધુનિક અને લક્ઝરી બનાવવા પર કામ કરી રહી છે.

નવો અને સ્ટાઇલિશ લુક

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી વિગતો મુજબ, નવી ટિયાગો EV ની ડિઝાઇનમાં મોટા ફેરફારો જોવા મળશે. આ મોડલમાં હવે નવી ડિઝાઇનવાળી LED હેડલાઇટ્સ અને આકર્ષક DRLs (ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ) આપવામાં આવશે. આ ઉપરાંત, કારના આગળના ભાગને વધુ શાર્પ લુક આપવામાં આવ્યો છે જે તેને જૂના મોડલ કરતાં અલગ પાડે છે.

સનરૂફ અને 360-ડિગ્રી કેમેરા

આ વખતે ટાટા મોટર્સ ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને ટિયાગો EV માં ઇલેક્ટ્રિક સનરૂફ આપી શકે છે. નાની કારમાં આ ફીચર ખૂબ જ લોકપ્રિય સાબિત થશે. એટલું જ નહીં, સુરક્ષા અને સુવિધા માટે તેમાં 360-ડિગ્રી કેમેરા પણ મળી શકે છે, કારણ કે આ કારના સાઇડ મિરર્સ મોટા દેખાઈ રહ્યા છે. સાથે જ નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ તેના લુકમાં વધારો કરશે.

હાઇ-ટેક ઇન્ટિરિયર અને કેબિન

નવી ટિયાગો EV ની અંદર પણ ઘણા બદલાવ જોવા મળશે. તેમાં ટાટાની પ્રીમિયમ કાર જેવું નવું ટુ-સ્પોક સ્ટીયરીંગ વ્હીલ મળી શકે છે. મનોરંજન માટે મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્રાઇવર માટે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવશે. આ ઉપરાંત, વાયરલેસ ચાર્જિંગ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવા ફીચર્સ કેબિનને લક્ઝરી ફીલ આપશે.

પાવરફુલ બેટરી અને વધુ રેન્જ

સૌથી મોટું અપડેટ તેની બેટરી પેકમાં જોવા મળી શકે છે. હાલમાં ટિયાગો EV માં 24kWh સુધીની બેટરી મળે છે, પરંતુ નવા ફેસલિફ્ટ મોડેલમાં 30kWh ની મોટી બેટરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ એ જ બેટરી છે જે પંચ EV માં વપરાય છે. આ મોટી બેટરીને કારણે કારની રેન્જ વધીને 265 કિલોમીટરથી વધુ (રિયલ વર્લ્ડ રેન્જ) થઈ શકે છે, જે લાંબી મુસાફરી માટે ઉત્તમ રહેશે.

ક્યારે થશે લોન્ચ?

ટાટા મોટર્સ આ નવી ટિયાગો EV ને 2026 ના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે. ટાટા માત્ર ટિયાગો જ નહીં, પરંતુ આ વર્ષે Sierra EV and Tata Avinya જેવી પાવરફૂલ ઇલેક્ટ્રિક ગાડીઓ પણ બજારમાં ઉતારવાની તૈયારીમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now