Home Automobile Tata Sierras Axle Broke At 50kmh Viral Video Goes Viral On Social Media

50km ની સ્પીડ પર Tata Sierra ના તૂટ્યા Axle! : સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો થયો વાયરલ, શું છે સંપૂર્ણ સત્ય?

50km ની સ્પીડ પર Tata Sierra ના તૂટ્યા Axle!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 07:18 AM IST

Tata Sierra : ટાટા મોટર્સએ ગયા વર્ષે જ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા સિએરાને લોન્ચ કરી હતી. હવે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટાટા સિએરાના એક્સલ (Axle) લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તૂટી ગયા હતા. વીડિયોમાં સીએરાના આગળના વ્હીલને પણ ગંભીર નુકસાન થયું છે, જે SUV ની ડ્યુરેબિલિટી અને સેફટી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જોકે, OFFBEAT STORIES આ વીડિયો સંપૂર્ણપણે સત્ય હોવાનો દાવો કરતું નથી.

વીડિયોમાં શું ખુલાસો થયો?

વીડિયો રિલીઝ થયા પછી, ટાટા મોટર્સે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી. કંપનીએ માલિકનો સંપર્ક કર્યો છે અને તેમને વાહનને વર્કશોપમાં નિરીક્ષણ માટે લાવવા કહ્યું છે. આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે, સર્વિસ ટીમના સંપર્કમાં રહો, જેથી સીએરાની બ્રેક તૂટી જવાનું વાસ્તવિક કારણ જાણી શકાય. હાલમાં, આ જ કાર સાથે બીજો અકસ્માત થયો હતો, જેમાં કારે ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કાબુ ગુમાવ્યો હતો, અન્ય વાહનો સાથે અથડાઈ હતી અને ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં લોકો ઘાયલ થયા હતા, પરંતુ કારના એરબેગ્સ સમયસર ખૂલી ગયા હતા અને કારના મજબૂત બોડીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

ટાટા સીએરાના ફીચર્સ

કારની ફીચર્સ વિશે વાત કરીએ તો, ટાટા સીએરા એક નવી જનરેશનની SUV છે, જે અદ્યતન એન્જિન ઓપ્શન, મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ ઓફર કરે છે. વધુમાં, ટાટા મોટર્સ ટૂંક સમયમાં ટાટા સીએરાનું ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ SUV સેફટીની દ્રષ્ટિએ પણ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં તેને 5-સ્ટાર રેટિંગ મળ્યું છે અને સીએરામાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ADAS જેવા અદ્યતન સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now