Tata Punch Ev : Tata Motors એ ભારતીય બજારમાં તેની લોકપ્રિય માઇક્રો SUV, 'Tata Punch EV Facelift' (2026 મોડલ) લોન્ચ કરી દીધી છે. આ નવી કાર અનેક મોડર્ન ફીચર્સ, નવી ડિઝાઇન અને દમદાર રેન્જ સાથે આવે છે. સૌથી મોટી વાત એ છે કે, કંપનીએ ગ્રાહકો માટે BasS પ્રોગ્રામ પણ રજૂ કર્યો છે, જેથી આ કાર હવે પહેલા કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદી શકાય છે. કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને ગ્રાહકોમાં તેના પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવો લુક અને આકર્ષક ડિઝાઇન
નવી પંચ EV ની ડિઝાઇનમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જે તેને Nexon.ev અને Harrier.ev જેવો પ્રીમિયમ લુક આપે છે. આગળના ભાગમાં કાળી પટ્ટી દૂર કરીને બોડી કલરની પેનલ આપવામાં આવી છે. હેડલેમ્પની જગ્યા બદલવામાં આવી છે અને DRLs (ડે ટાઇમ રનિંગ લાઇટ્સ) ને એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. કારમાં 16-ઇંચના નવા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં કનેક્ટેડ ટેલલેમ્પ્સ આપવામાં આવ્યા છે. આ કાર 7 અલગ-અલગ રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં Fearless Yellow અને Bengal Rouge જેવા નવા કલર સામેલ છે.
દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
આ નવી EV માં ગ્રાહકોને બે બેટરી પેકના ઓપ્શન મળે છે: 30kWh અને 40kWh. 40kWh બેટરી પેક સાથે આ કાર સિંગલ ચાર્જ પર 468 કિલોમીટર સુધીની ARAI પ્રમાણિત રેન્જ આપે છે. ચાર્જિંગની વાત કરીએ તો, તે 7.2kW અને 3.3kW ચાર્જરને સપોર્ટ કરે છે. સાથે જ તેમાં 65kW DC ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન પણ છે, જે માત્ર 26 મિનિટમાં બેટરીને 20% થી 80% સુધી ચાર્જ કરી શકે છે.
આધુનિક ઇન્ટિરિયર અને સ્માર્ટ ફીચર્સ
કારની અંદર પણ ઘણા લક્ઝુરિયસ ફેરફારો જોવા મળે છે. તેમાં 10-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટાટાના પ્રકાશિત લોગો વાળું ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ છે. ડેશબોર્ડ પર ડ્યુઅલ-ટોન શેડ્સ અને લેધરની સીટ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, વેન્ટિલેટેડ સીટ્સ, કૂલ્ડ ગ્લોવબોક્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રુઝ કંટ્રોલ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ છે.
સેફટીનું ખાસ ધ્યાન
ટાટા હંમેશા તેની સેફટી માટે જાણીતી છે અને પંચ EV માં પણ સેફટીમાં ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કારમાં 195mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 1360 કિલો વજન છે જે તેને રસ્તા પર સ્થિરતા આપે છે. સેફટી માટે તેમાં સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, હિલ હોલ્ડ આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (i-TPMS) અને આઇસોફિક્સ માઉન્ટ્સ જેવા ફીચર્સ આપવામાં આવે છે.
કિંમત અને BasS પ્રોગ્રામ
આ કારની સૌથી મોટી આકર્ષક બાબત તેની કિંમત છે. સ્ટાન્ડર્ડ મોડલની શરૂઆતી કિંમત 9.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. પરંતુ જો તમે BasS પ્રોગ્રામ પસંદ કરો છો, તો તમે બેટરી વગર કાર ખરીદી શકો છો. આ સ્કીમ હેઠળ કારની કિંમત માત્ર 6.49 લાખ રૂપિયા થઈ જાય છે.
નવી Punch.ev ના વેરિઅન્ટ મુજબ કિંમત (Ex-Showroom):
વેરિઅન્ટ | (બેટરી પેક) | કિંમત (એક્સ-શોરૂમ) |
|---|---|---|
Smart | (30 kWh) | ₹ 9.69 લાખ |
Smart+ | (30 kWh) | ₹ 10.29 લાખ |
Smart+ | (40 kWh) | ₹ 10.89 લાખ |
Adventure | (40 kWh) | ₹ 11.59 લાખ |
Empowered | (40 kWh) | ₹ 12.29 લાખ |
Empowered+ S | (40 kWh) | ₹ 12.59 લાખ |




















