Home Automobile Tata Nexon Ev 45 Variants Launched With Two New Color Options Know The Details

Tata Nexon Ev ના 45 વેરિઅન્ટ્સને બે નવા કલર ઓપ્શન સાથે થઈ લોન્ચ! : જાણો કારની કિંમત, ફીચર્સ, બેટરી પેક અને રેન્જની માહિતી

Tata Nexon Ev ના 45 વેરિઅન્ટ્સને બે નવા કલર ઓપ્શન સાથે થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 08:05 AM IST

Tata Nexon ev New Color Options Launched : ટાટા EV એ ભારતની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV, નેક્સોન EV માં બે નવા ડ્યુઅલ-ટોન કલર ઉમેર્યા છે: Pure Gray and Ocean Blue. આ નવા રંગ ઓપ્શન નેક્સોન EV ના તમામ 45 ટ્રીમમાં ઉપલબ્ધ થશે. આ નવા રંગો નેક્સોન EV ની રોડ પ્રેઝન્સને નોંધપાત્ર રીતે વધારે છે. આ નવા કલર નેક્સોન EV ના DNA ને જાળવી રાખીને દરેક ડ્રાઇવને વધુ મોર્ડન અને આકર્ષક બનાવે છે.હવે કેટલા કલર ઓપ્શન

ટાટા નેક્સોન EV મુખ્યત્વે ડ્યુઅલ-ટોન કલર ઓપ્શનમાં આવે છે, જેનો અર્થ છે કે, તેનો બોડી કલર અલગ છે અને તેની રૂફ કોન્ટ્રાસ્ટિંગ કાળા કલરમાં છે. આ ઇલેક્ટ્રિક સબ-4 મીટર કોમ્પેક્ટ SUV માં મોડલનો Signature color, Empowered Oxide, Black રૂફ સાથે Pristine White, Daytona Gray, Flame Red, Fearless Purple, Intense-Teal, અને Oberon Black નો સ્પેશિયલ એડિશન #ડાર્ક એડિશન ઓપ્શન છે.બેટરી પેક ઓપ્શન અને કિંમત

હવે, ટાટા નેક્સોન EV ની કિંમત અને ફીચર્સની વિશે વાત કરીએ. આ સ્વદેશી ઇલેક્ટ્રિક SUV બે બેટરી પેક ઓપ્શન સાથે અનેક વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે: 30kWh અને 45kWh, જેની એક્સ-શોરૂમ કિંમત ₹13.79 લાખથી શરૂ થઈને ₹17.49 લાખ સુધી જાય છે. ટાટા નેક્સોન EV ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV પૈકીની એક છે, જે તેના સારા લુક, આધુનિક ફીચર્સ અને પ્રભાવશાળી સેફટી ફીચર્સ માટે જાણીતી છે.

રેન્જ અને ફીચર્સ

ટાટા નેક્સોન EV ની સિંગલ-ચાર્જ રેન્જ 275km થી 489km છે, અને તેની ઇલેક્ટ્રિક મોટર 127bhp થી 142bhp સુધીની પાવર જનરેટ કરે છે. ટાટા EV નો દાવો છે કે આ ઇલેક્ટ્રિક SUV માત્ર 8.9 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. તે 12.3 ઇંચની હરમન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, નેવિગેશન મેપ્સ, વાહન-ટુ-લોડ, કનેક્ટેડ કાર ટેકનોલોજી, વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જર, 360-ડિગ્રી કેમેરા, એર પ્યુરિફાયર, છ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ આસિસ્ટ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ સહિત અન્ય ફીચર્સ સાથે આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now