Tata Punch EV : ટાટા મોટર્સ ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા જઈ રહી છે. જાન્યુઆરી 2024 માં લોન્ચ થયેલી ટાટા પંચ EV ને હવે તેનું પ્રથમ મોટું અપડેટ મળવા જઈ રહ્યું છે. કંપની 20 ફેબ્રુઆરી 2026 ના રોજ પંચ EV નું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા માટે તૈયાર છે. માત્ર બે વર્ષમાં આ કારે એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ધૂમ મચાવી છે. જાણો કે આ નવા મોડલમાં શું ખાસ હશે.
નવું શું છે?
ટાટાએ આ રિફ્રેશ મોડલને હાલમાં અપડેટ થયેલા પેટ્રોલ (ICE) પંચ સાથે મેચ કરવા માટે તૈયાર કર્યું છે. કંપનીએ અત્યાર સુધી ટીઝર દ્વારા નવી ડિઝાઇનનું પ્રીવ્યૂ આપી દીધું છે, પરંતુ સંપૂર્ણ વિગતો આવતીકાલે લોન્ચના દિવસે જ જાહેર કરવામાં આવશે.
પાવરફુલ બેટરી અને રેન્જ
હાલના મોડલમાં 25 kWh અને 35 kWh ના બેટરી પેક મળે છે, જે અનુક્રમે 265 કિમી અને 365 કિમીની રેન્જ આપે છે. પરંતુ મોટા સમાચાર એ છે કે, નવા ફેસલિફ્ટમાં 45kWh ની મોટી બેટરી જોવા મળી શકે છે. જેનો ઉપયોગ નેક્સોન EV માં થાય છે. આનાથી કારને વધુ પાવર, ટોર્ક અને લાંબી રેન્જ મળશે.
બહારનો લુક
નવી પંચ EV ના એક્સટીરિયરમાં નાના પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. ફ્રન્ટ બમ્પર હવે પહેલા કરતાં વધુ ક્લીન અને આકર્ષક દેખાય છે. આગળની કનેક્ટેડ LED સ્ટ્રીપને કદાચ હટાવવીને સિગ્નેચર Y શેપની LED લાઇટ્સ આપવામાં આવી શકે છે.
ઇન્ટિરિયર
અંદરની બાજુએ કેબિનનો લેઆઉટ તો જૂનો જ રહેશે, પરંતુ નવા કલર થીમ્સ અને પ્રીમિયમ ફિનિશ કારને નવો લુક આપશે. સૌથી મોટો ફેરફાર 12.3-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે હાલની 10.25-ઇંચની સ્ક્રીનને બદલશે. આ સિસ્ટમ નવા સોફ્ટવેર સાથે સ્મૂધ એક્સપિરિયન્સ આપશે.
હાઇ-ટેક ફીચર્સ અને સેફ્ટી
સુરક્ષાની દ્રષ્ટિએ આ વખતે Level 2 ADAS મળી શકે છે, જે આ સેગમેન્ટમાં મોટી વાત છે. આ ઉપરાંત વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ સીટ્સ, 360-ડિગ્રી કેમેરા અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા આધુનિક ફીચર્સ પણ ચાલુ રહેશે.
કિંમત કેટલી હશે?
વર્તમાન ટાટા પંચ EV ની કિંમત 9.99 લાખથી 14.44 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. ફેસલિફ્ટ મોડલની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે, ખાસ કરીને 45 kWh બેટરી વેરિઅન્ટ માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.




















