Home Automobile Tata Motors Announces Prices Of Petrol Variants Of Tata Safari And Harrier

Tata Harrier અને Tata Safari પેટ્રોલ એન્જિનમાં થઈ લોન્ચ! : 1.5L હાઇપરિયન ટર્બો-GDi પેટ્રોલ એન્જિન સાથે, જાણો કિંમત

Tata Harrier અને Tata Safari પેટ્રોલ એન્જિનમાં થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 09:28 AM IST

Tata Motors announces prices of petrol variants of Harrier and Safari: ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (Tata Motors Passenger Vehicles -TMPV) એ ભારતીય ગ્રાહકો માટે એક મોટી જાહેરાત કરી છે. દેશની મોટી SUV પ્રોટેક્શન કંપની Tata Motors એ આખરે નવા 1.5 લિટર હાઇપરિયન ટર્બો-GDI પેટ્રોલ એન્જિન સાથેની Tata Harrier અને Safari Petrol ની કિંમતો જાહેર કરી છે. નવા Tata Harrier Petrol ની શરૂઆતની કિંમત 12.89 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને Tata Safari Petrol ની શરૂઆતની કિંમત 13.29 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, અમદાવાદ) રાખવામાં આવી છે.

નવું 1.5L હાઇપરિયન ટર્બો-GDi પેટ્રોલ એન્જિન શું છે?

ટાટાનું આ નવું પેટ્રોલ એન્જિન ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે, જે ડીઝલ એન્જિનનો અવાજ ઇચ્છતા નથી, પરંતુ સ્મૂધ ડ્રાઇવિંગ અને સારું રિફાઇનમેન્ટ ઇચ્છે છે. તેઓ શહેર અને હાઇવે બંને ઉપયોગ માટે બેલેન્સ્ડ SUV શોધી રહ્યા છે. આ એન્જિન મેન્યુઅલ (MT) અને ઓટોમેટિક (AT) ગિયરબોક્સ બંને ઓપ્શન સાથે મળશે.

ટાટા હેરિયર પેટ્રોલ - વેરિઅન્ટ વાઇઝ કિંમતો

વેરિઅન્ટ

MT (₹)

AT (₹)

#DARK MT (₹)

#DARK AT (₹)

Smart

12,89,000

Pure X

15,99,990

17,53,190

16,63,390

17,91,090

Adventure X

16,86,490

18,47,290

17,38,490

18,89,990

Adventure X+

17,13,590

18,74,390

17,65,590

19,26,390

Fearless X

19,99,990

21,78,890

20,65,390

22,30,890

Fearless X+

22,11,990

23,53,890

22,63,990

24,05,890

Fearless Ultra

22,71,990

24,13,890

Fearless Ultra Red #DARK

23,26,990

24,68,890

ટાટા સફારી પેટ્રોલ - વેરિઅન્ટ વાઇઝ કિંમતો

વેરિઅન્ટ

MT (₹)

AT (₹)

#DARK MT (₹)

#DARK AT (₹)

Smart

13,29,000

Pure X

16,49,190

17,91,090

17,01,190

18,52,590

Adventure X+

17,75,090

19,35,990

18,27,190

19,88,090

Accomplished X

20,84,290

22,49,890

21,36,290

23,01,890

Accomplished X+

22,73,490

24,15,390

23,06,590

24,48,490

Accomplished X+ 6S

22,82,990

24,24,890

23,16,090

24,57,990

Accomplished Ultra

23,33,490

24,75,390

Accomplished Ultra 6S

23,42,990

24,84,890

Accomplished Ultra Red #DARK

23,68,490

25,10,390

Accomplished Ultra Red #DARK 6S

23,77,990

25,19,890

ડાર્ક એડિશન એક અનોખો ક્રેઝ છે

Tata Harrier અને Tata Safari ના #DARK વેરિઅન્ટ હંમેશા યુવાનોમાં પ્રિય રહ્યા છે. આ વેરિઅન્ટ્સમાં સંપૂર્ણ બ્લેક કલરનું એક્સટિરિયર, પ્રીમિયમ ડાર્ક થીમ ઇન્ટિરિયર અને વધુ સ્પોર્ટી અને એગ્રેસીવ લુક આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now