Home Health-lifestyle Take Care Of Your Heart In Winter

ડૉન્ટ કિલ યૉર દિલ : શિયાળામાં આવી રીતે રાખો તમારા દિલની સંભાળ, નહીં તો પછી...

ડૉન્ટ કિલ યૉર દિલ
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2025, 05:13 AM IST

આમ તો શિયાળો સ્વાસ્થવર્ધક ઋતુ ગણવામાં આવે છે. પરંતુ આ ઋતુમાં આપણે આપણા હ્રદયનું ધ્યાન વધારે રાખવું જોઈએ. કારણ કે જ્યારે જ્યારે તાપમાન ઘટે છે ત્યારે ત્યારે હ્રદય રોગનું જોખમ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે શિયાળાની ઋતુમાં હ્રદયરોગના હુમલાનું જોખમ 30 ટકા વધી જાય છે. જેનું મુખ્ય કારણ હ્રદયની નસમાં બ્લોકેજ છે. જેના કારણે હાર્ટ ફેઈલ થઈ શકે છે.શિયાળામાં હાર્ટ એટેક કેમ આવે છે અને હાર્ટ બ્લોકેજના લક્ષણો શું છે તે જાણીએ

આ છે કારણ

શિયાળામાં ઓછા તાપમાનને કારણે હૃદયની નસો સંકોચાઈ શકે છે. જેના કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. નબળા રક્ત પરિભ્રમણને કારણે, હાર્ટ એટેક અથવા હૃદયની નિષ્ફળતાનું જોખમ રહેલું છે. નસોમાં અવરોધને કારણે હાર્ટ એટેક આવે છે. આવી સ્થિતિમાં, તમારા માટે હાર્ટ બ્લોકેજના લક્ષણો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. જો આ સમયસર શોધી કાઢવામાં આવે, તો તમે તમારી જાતને હાર્ટ એટેકના જોખમથી સરળતાથી બચાવી શકો છો.

આ છે લક્ષણો

નિષ્ણાંતોના કહેવા માટે, હાર્ટ બ્લોકેજનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. જેમાં તમે વારંવાર છાતી પર દબાણ કે પકડ અનુભવો છો. જો તમને ગેસની સમસ્યા ન હોય અને છાતીમાં દુખાવો થતો હોય તો તરત જ હોસ્પિટલ જાઓ. હાર્ટ બ્લોકેજના અન્ય લક્ષણો વિશે વાત કરીએ તો, હાર્ટ બ્લોકેજને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમે હળવી કસરત કરો છો અથવા થોડું ઝડપથી ચાલતા હોવ ત્યારે. એ પણ ધ્યાનમાં રાખો કે તમારા હૃદયના ધબકારા અચાનક ઝડપી ન થઈ જાય. આ બ્લોકેજનું લક્ષણ પણ હોઈ શકે છે. હાર્ટ બ્લોકેજ થાકનું કારણ બની શકે છે, ખાસ કરીને જ્યારે તમે કસરત કરો છો અથવા તણાવમાં હો.

બચવા માટે આટલું કરું


ખાવા-પીવામાં ધ્યાન રાખો
કસરત કરો, ન થાય તો ચાલવાનું રાખો
ધુમ્રપાન અને વ્યસનથી દૂર રહો
માનસિક તણાવને ટાળો
મદિરાનું સેવન ટાળો
જાતે દવા લેવાના બદલે ડૉક્ટરને બતાવો

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now