Home Entertainment Tabu Might Be Seen In Hera Pheri 4

તબૂ પણ કરશે 'હેરાફેરી' : શ્યામની જિંદગી ફરી હરામ કરશે અનુરાધા, એક ન્યૂઝથી હેરાફેરીના ચાહકો ખુશ

તબૂ પણ કરશે 'હેરાફેરી'
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2025, 04:52 PM IST

હેરાફેરી..આ ફિલ્મનું નામ પડતા જ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ યાદ એવી. જેમાં પરેશ રાવલ, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું છે. અને હવે તેનો ત્રીજો ભાગ એટલે કે હેરાફેરી 3 આવી રહી છે. આ ફિલ્મની જાહેરાત ખુદ પ્રિયદર્શને કરી છે. ત્યારે ચાહકો માટે સારા સમાચાર એ છે કે,શ્યામની ફેવરિટ અનુરાધા પણ ફિલ્મમાં જોવા મળી શકે છે. તબુની એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી આ ચર્ચાઓ જાગી છે.હવે 2000 ની ફિલ્મમાં અનુરાધા શિવશંકર પાણિકરની ભૂમિકા ભજવનાર તબ્બુએ પણ સોશિયલ મીડિયા પર અક્ષય અને પ્રિયદર્શન વચ્ચેની વાતચીત પર પ્રતિક્રિયા આપી છે.

પ્રિયદર્શનની પોસ્ટને તબુએ તેના સ્ટેટસમાં રીપોસ્ટ કરી અને લખ્યું કે, ફિલ્મની કાસ્ટ મારા વિના પુરી નહીં થાય. એના પરથી એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે તે, તબુ હેરાફેરીની આગામી સીરિઝમાં જોવા મળી શકે છે. તબૂ હેરાફેરીની પહેલી જ ફિલ્મમાં નજર આવી હતી. જેમાં તેણે અનુરાધાનો કિરદાર નિભાવ્યો હતો. જેના પ્રેમમાં ભલો ભોળો શ્યામ પડી જાય છે.

મહત્વનું છે કે લાંબા સમયથી હેરાફેરી 3 બનાવવાની વાતો ચાલી રહી છે. હેરાફેરીનો બીજો ભાગ 2006માં આવ્યો હોત જેના 19 વર્ષ બાદ ત્રીજા ભાગની વાત ચાલી રહી છે. 2016માં તેના ત્રીજા પાર્ટની જાહેરાત થઈ હતી. જેમાં અક્ષય જગ્યાએ જોન અને અભિષેકને કાસ્ટ કરવાની વાત હતી. પરંતુ વાત કાંઈ જામી નહીં અને ફિલ્મ અભેરાઈએ ચડી ગઈ. 2023માં પણ કાર્તિક આર્યનને લઈને હેરાફેરી બનાવવાની જાહેરાત થઈ હતી. જો કે, ત્યારે પણ વાત ન જામી અને હવે ફાઈલની ઓરિજિનલ કાસ્ટ સાથે ફિલ્મ બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now