Home Entertainment Taarak Mehta Actress Disha Vakani Dayaben Latest Photo Viral After 8 Years

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" છોડ્યા પછી દયાબેનને ઓળખવા બન્યા મુશ્કેલ : 2 બાળકોની માતા બન્યા બાદ દિશા વાકાણીનો ફોટો વાયરલ

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" છોડ્યા પછી દયાબેનને ઓળખવા બન્યા મુશ્કેલ
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 07:30 AM IST

Disha Vakani Latest Photo Viral: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વાકાણીનો 8 વર્ષ બાદનો લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમયથી દર્શકોને મનોરંજન આપી રહેલું "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ટીવીના સૌથી લોકપ્રિય શો માંનું એક છે. આ શોના પાત્રો જેમ કે જેઠાલાલ અને દયાબેનને દર્શકોનું ઘણો પ્રેમ મળ્યો છે. પરંતુ વર્ષ 2017થી ફેન્સના ફેવરિટ દયા ભાભી એટલે કે અભિનેત્રી દિશા વાકાણી શોથી દૂર છે.

આ વચ્ચે એક્ટ્રેસનો તાજેતરનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાળક સાથે દેખાઈ રહી છે. જેઓને ખબર નથી તેમને જણાવવાનું કે દિશા વાકાણી માતા બન્યા બાદથી શોથી દૂર છે. હવે તો તે બે બાળકોની માતા બની ચૂક્યા છે. હવે તાજેતરના ફોટામાં તેમનું 8 વર્ષ પછીનું ટ્રાન્સફોર્મેશન ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે.

2017માં દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારબાદ તેઓ બીજી વાર માતા બની અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં પાછા ફર્યા નથી. તેઓ સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોમાં પણ હવે લગભગ દેખાતા નથી. જોકે ફેન ક્લબો વારંવાર તેમની તસવીરો શેર કરતા રહે છે.

આ વચ્ચે આવેલી નવી તસવીરમાં દિશા વાકાણી દયાબેનના લુકમાં છે, પણ તેમનું ચહેરો પહેલા કરતા ખૂબ બદલાયેલો લાગે છે. તસવીરમાં તેમની સાથે એક નાનકડી બાળકી પણ દેખાય છે. આ તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. દિશા વાકાણીએ 2015માં મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. 2017માં તેઓ દીકરીની માતા બન્યા હતા અને 2022માં તેઓએ પુત્રને જન્મ આપ્યો છે તેવી માહિતી સામે આવી હતી. ત્યારબાદ એવું પણ કહેવાતું હતું કે દિશા વાકાણી શોમાં પાછા ફરવા જઈ રહ્યા છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now