Home Sports T2o World Cup Final Gujju Players Game Plan If These Three Gujaratis Win Todays Match Indias World Cup Is Assured

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન : આજની મેચમાં આ ત્રણ ગુજરાતીઓ ચાલી ગયા તો ભારતનો વર્લ્ડ કપ પાક્કો

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન
Published by: Offbeat Team
| Last Updated: Mar 08, 2026, 11:58 AM IST

T20 World Cup 2026 Final: વર્ષ 2024ના ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન કરવા માટે ટીમ ઇન્ડિયા હવે 2026માં સજ્જ છે. ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે ત્યારે આખા દેશની નજર ગુજરાતના ત્રણ રત્નો પર ટકેલી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ - આ એવા નામ છે જેમના દમ પર ભારત ફરી એકવાર ટ્રોફી ઉપાડવા તૈયાર છે.

ભારતની તાકાત તેના ત્રણ 'ગુજરાતી સિંહો'માં રહેલી છે, જેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમને આટલી દૂર પહોંચાડી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ વચ્ચેનો તાલમેલ ટીમ ઇન્ડિયાનો 'ગેમ પ્લાન' છે, જે ફાઇનલનો માર્ગ સરળ બનાવશે. ટીમ ઇન્ડિયા પાસે ત્રણ ગુજરાતી ખેલાડીઓ છે જે ફક્ત મેદાન પર જ માસ્ટર નથી પણ એકલા હાથે વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા પણ ધરાવે છે. આ ત્રણેય ખેલાડીઓએ 2024 વર્લ્ડ કપ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવાની નજીક છે. જસપ્રીત બુમરાહ મુળ અમદાવાદી બોય છે. હાર્દિક પંડ્યા મૂળ સંસ્કારીનગરી વડોદરાનો છે. જ્યારે અક્ષર પટેલ મૂળ નડીયાદનો નાયબ હીરો છે.

આ ગુજરાતી ત્રિપુટી ભારતને ફરી બનાવશે વિશ્વ વિજેતાઃ

ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં આ ત્રણેય ખેલાડીઓએ સાબિત કરી દીધું કે તેમને કેમ 'મેચ વિનર' કહેવામાં આવે છે:

1) જસપ્રીત બુમરાહ: પોતાની ઘાતક યોર્કરથી અંગ્રેજ બેટ્સમેનોને ઘૂંટણિયે લાવી દીધા. 4 ઓવરમાં માત્ર 33 રન આપીને 1 મહત્વની વિકેટ ઝડપી રનગતિ પર બ્રેક લગાવી.

2) હાર્દિક પંડ્યા: સાચો ઓલરાઉન્ડર દેખાવ! માત્ર 12 બોલમાં 27 રનની તોફાની ઇનિંગ અને બોલિંગમાં 2 મહત્વની વિકેટો ઝડપીને જીત પાકી કરી.

3) અક્ષર પટેલ: 'બાપુ'એ માત્ર બોલિંગથી જ નહીં પણ મેદાન પર ચપળ ફિલ્ડિંગથી પણ આશ્ચર્યચકિત કર્યા. તેમના બે શાનદાર કેચે મેચનું પાસું પલટી નાખ્યું હતું.

હોમ ગ્રાઉન્ડ પર 'ગુજરાતી' ગેમ પ્લાનઃ

અમદાવાદની પીચ આ ત્રણેય ખેલાડીઓ માટે ઘર આંગણાનું મેદાન છે. ફાઇનલમાં ભારતનો વિજય આ ત્રણ રણનીતિ પર નિર્ભર રહેશે:

બુમરાહની યોર્કર: શરૂઆતની ઓવરોમાં ઝટકા આપવા અને ડેથ ઓવર્સમાં રન રોકવા.

હાર્દિકની ફિનિશિંગ સ્ટાઇલ: મધ્ય ઓવરોમાં ભાગીદારી તોડવી અને અંતિમ ઓવરોમાં સિક્સરોનો વરસાદ કરવો.

અક્ષરની સ્પિન જાળ: અમદાવાદની ટર્નિંગ પીચ પર અક્ષર પટેલની ચતુર સ્પિન વિરોધી ટીમના બેટ્સમેનો માટે મુસીબત બની શકે છે.

"2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે જે રીતે બુમરાહ (2/18) અને હાર્દિકે (3/20) બાજી પલટી હતી, તે જ આત્મવિશ્વાસ આજે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે."

અમદાવાદના આંગણે ઇતિહાસ રચાશે-

અમદાવાદના લાખો ક્રિકેટ પ્રેમીઓનો સપોર્ટ અને આ ત્રિપુટીનો શાનદાર ફોર્મ ભારતને માનસિક રીતે મજબૂત બનાવે છે. જો આ 'ગુજરાતી સિંહો' પોતાની લય જાળવી રાખશે, તો 2026માં પણ ભારતને વિશ્વ ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં. ભારતીય ક્રિકેટની આ 'ત્રિપુટી' અત્યારે સૌથી ખતરનાક ફોર્મમાં છે અને ફાઇનલમાં તે ભારત માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થશે.

ભારતની સંભવિત પ્લેઇંગ 11:

સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી/કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ 11:

ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ: ભારત અને ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓ વચ્ચે જે રીતે ચાલુ મેચમાં ઝઘડો થયો એ દ્રશ્યો કરોડો લોકોએ જોયા

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા" ક્રિકેટના ભગવાન આવ્યા વહારે!: ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ બન્યા બાદ સંજુ સેમસને કહ્યું; "હું સચિન સર સાથે સતત સંપર્કમાં હતો, તેમણે મને દિશા બતાવી"

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા" ક્રિકેટના ભગવાન આવ્યા વહારે!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી: ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો: ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં સૌથી મહત્ત્વની હતી આ 4 ગુજરાતીઓની ભૂમિકા!

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન: વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખાસ પોસ્ટ, જુઓ ગૌતમ ગંભીર વિશે આ શું લખ્યું?

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય: હરીફ ટીમો તેને સમજી શકે તે પહેલાં તો ટીમ ઇન્ડિયાના હાથમાં હતો World Cup

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય

INDIA IS CHAMPION!: અમદાવાદમાં ભારતનો ભવ્ય વિજય, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ત્રીજીવાર જીત્યો T20 World Cup

INDIA IS CHAMPION!

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર!: હાર્દિક, અક્ષર અને બૂમરાહની ઘાતક બોલિંગ સામે કીવી બેટર્સ લાચાર

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર!

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?: ભારતને વિશ્વ ચેમ્પિયન બોલર આપનાર કોચની કહાણી

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ: ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર?: શું ફાઈનલ જીતવા આ બે વર્લ્ડ નંબર-1 ખેલાડીઓને બહાર બેસાડશે ભારત?

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર?

આ ગામની માટી નક્કી કરતા ભારતની હાર-જીતનું ભાવિ: ગુજરાતના આ ગામમાંથી લવાય છે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડની પીચની માટી

આ ગામની માટી નક્કી કરતા ભારતની હાર-જીતનું ભાવિ

T20 World Cup 2026 Final; કોણ જીતશે, ભારત કે ન્યુઝીલેન્ડ?: શું 1993માં જન્મેલા આ 3 ખેલાડીઓ રચશે ઈતિહાસ? જાણો શું કહે છે ગ્રહોની ચાલ

T20 World Cup 2026 Final; કોણ જીતશે, ભારત કે ન્યુઝીલેન્ડ?

T20 World Cup Final: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ખતરાની ઘંટી? શું ફાઈનલમાં SKY કરશે કમાલ?

T20 World Cup Final

T20 World Cup; વર્લ્ડ કપની ફાઇનલ માટે અમદાવાદ તૈયાર!: 26 વર્ષના દુકાળને પૂરો કરવા ઉતરશે કીવી ટીમ, ટ્રોફી પર ભારતની નજર

T20 World Cup; વર્લ્ડ કપની ફાઇનલ માટે અમદાવાદ તૈયાર!

T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં ઉજ્જૈનમાં 'મરચાં યજ્ઞ'!: ભારતની જીત માટે મંદિરમાં અનોખી ધાર્મિક વિધિ, 51 સાધુઓ સાથે સાંસદ પણ જોડાયા

T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં ઉજ્જૈનમાં 'મરચાં યજ્ઞ'!

શું ખરેખર વરસાદમાં ધોવાઈ જશે આજની ફાઈનલ મેચ?: અંબાલાલ પટેલે આપી દીધાં છે મોટા સંકેતો, શું વરસાદ વિલન બનીને તોડશે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ?

શું ખરેખર વરસાદમાં ધોવાઈ જશે આજની ફાઈનલ મેચ?

T20 World Cup 2026 Final: ભારત-ન્યુઝીલેન્ડ ફાઈનલમાં વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન? જાણો શું છે ICCના ખાસ નિયમો

T20 World Cup 2026 Final

ING vs NZ T20 World Cup Final 2026: ભારત-ન્યુઝીલેન્ડ જંગ પહેલા અમદાવાદમાં 'ક્રિકેટ ફિવર', હોટલ ભાડામાં 400% અને ફ્લાઈટ ટિકિટમાં તોતિંગ વધારો

ING vs NZ T20 World Cup Final 2026