Home Sports T20 World Cup Will Pakistan Beat Sri Lanka To Reach The Semi Finals

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે? : પાકિસ્તાન માટે 'કરો યા મરો' ની જંગ, ન્યૂઝીલેન્ડની નજર આજની મેચ પર!

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે?
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 06:42 AM IST

T20 World Cup : આજે T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાં ગ્રુપ 2 ની સૌથી નિર્ણાયક મેચ રમાવા જઈ રહી છે. શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા આમને-સામને ટકરાશે. આ મેચ માત્ર એક રમત નથી, પરંતુ પાકિસ્તાન માટે સેમીફાઇનલમાં પહોંચવાની છેલ્લી આશા છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમ પણ આ મેચના પરિણામ પર મોટી આશા રાખીને બેઠી છે, કારણ કે પાકિસ્તાનની જીત કે હાર જ નક્કી કરશે કે સેમીફાઇનલમાં બીજી ટીમ કઈ હશે.

સેમીફાઇનલનું ગણિત

પાકિસ્તાન માટે સેમીફાઇનલની રાહ ઘણી મુશ્કેલ છે. હાલમાં ન્યુઝીલેન્ડ 3 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. પાકિસ્તાન પાસે માત્ર 1 પોઈન્ટ છે અને તેમનો રન રેટ પણ માઇનસમાં છે. જો પાકિસ્તાનને ક્વોલિફાય થવું હોય, તો તેમણે શ્રીલંકાને ઓછામાં ઓછા 64 રનથી હરાવવું પડશે. જો પાકિસ્તાન બીજી ઇનિંગમાં બેટિંગ કરે છે, તો તેમણે શ્રીલંકાએ આપેલું લક્ષ્ય માત્ર 13.1 ઓવરમાં ચેઝ કરવું પડશે. જો આ સમીકરણ નહીં સચવાય, તો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે અને ન્યુઝીલેન્ડ સેમીફાઇનલમાં પહોંચી જશે.

પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ

ગ્રુપ 2 માં ઈંગ્લેન્ડની ટીમ પોતાના ત્રણેય મુકાબલા જીતીને ટેબલ પર ટોપ પર છે અને સેમીફાઇનલમાં સ્થાન પાક્કું કરી ચૂકી છે. ન્યુઝીલેન્ડ બીજા સ્થાને છે. યજમાન શ્રીલંકા અત્યાર સુધી રમાયેલી બંને મેચ હારીને સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ આજની મેચ જીતીને તેઓ ગૌરવ સાથે વિદાય લેવા માંગશે.

પલ્લેકેલે પિચ રિપોર્ટ

પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. અહીંની સપાટી ધીમી હોવાથી સ્પિન બોલરોને સારો ટર્ન અને ગ્રિપ મળી શકે છે. જોકે, ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં થોડી સ્વિંગ મળી શકે છે. બેટ્સમેનોએ અહીં સંયમ રાખવો પડશે, જો કોઈ બેટ્સમેન એકવાર સેટ થઈ જાય તો મોટી ઇનિંગ રમી શકે છે, જેમ કે પહેલા હેરી બ્રુકે અહીં સેન્ચુરી ફટકારી હતી.

બંને ટીમોની સ્ક્વોડ

પાકિસ્તાન : સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, ખ્વાજા નફે, સાહિબજાદા ફરહાન, ઉસ્માન ખાન, ફહીમ અશરફ, મોહમ્મદ નવાઝ, સૈમ અયુબ, શાદાબ ખાન, અબરાર અહેમદ, નસીમ શાહ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન તારિક.

શ્રીલંકા : દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, કામિલ મિશ્રા, પથુમ નિસાંકા, કુસલ પરેરા, પવન રત્નાયકે, ચારિથ અસલંકા, દુષણ હેમંથા, જેનિથ લિયાનાગે, કામિન્દુ મેન્ડિસ, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા, પ્રમોદ મદુશન, મહેશ થીક્ષાના, દુનિથ વેલ્લાલાગે.મેચની વિગતો

તારીખ : 28 ફેબ્રુઆરી, 2026

સ્ટેડિયમ : પલ્લેકેલે સ્ટેડિયમ, કેન્ડી

સમય : ટોસ સાંજે 6:30 વાગે, મેચ શરૂ 7:00 વાગે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now