logo-img
T20 World Cup When And Against Whom Will Team India Play Super 8 Matches

T20 World Cup; ટીમ ઈન્ડિયાની સુપર-8 ની મેચો ક્યારે અને કોની સામે રમશે? : જાણો મેચનું ટાઈમિંગ, લાઈવ સ્ટ્રીમિંગ અને ટીમો સહિતની અન્ય માહિતી

T20 World Cup; ટીમ ઈન્ડિયાની સુપર-8 ની મેચો ક્યારે અને કોની સામે રમશે?
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 07:58 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના રોમાંચક તબક્કા એટલે કે 'સુપર-8' માં પ્રવેશી રહ્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે અને શાનદાર પ્રદર્શન સાથે સુપર-8 માટે ક્વોલિફાય કરી ચૂકી છે. આજે ભારત તેની અંતિમ લીગ મેચ નેધરલેન્ડ્સ સામે રમશે, જે માત્ર એક ઔપચારિકતા છે. જાણો સુપર-8 માં ભારતનો સામનો કોની સાથે થશે અને મેચ ક્યારે રમાશે.

સુપર-8 માં ભારતની ટક્કર

ભારત સુપર-8 સ્ટેજના ગ્રુપ-1 માં સામેલ છે. આ ગ્રુપમાં ભારતની સાથે વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો છે. ભારત તેની ત્રણેય સુપર-8 મેચો ભારતના અલગ-અલગ શહેરોમાં રમશે.

તારીખ

હરીફ ટીમ

સ્ટેડિયમ

સમય (IST)

22 ફેબ્રુઆરી

સાઉથ આફ્રિકા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

સાંજે 7:00 વાગે

26 ફેબ્રુઆરી

ઝિમ્બાબ્વે

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ

સાંજે 7:00 વાગે

01 માર્ચ

વેસ્ટ ઈન્ડિઝ

ઈડન ગાર્ડન્સ, કોલકાતા

સાંજે 7:00 વાગે

સુપર-8 ગ્રુપ ટેબલ:

ગ્રુપ-A

ગ્રુપ-B

ભારત

ઈંગ્લેન્ડ

સાઉથ આફ્રિકા

ન્યુઝીલેન્ડ

વેસ્ટ ઈન્ડિઝ

શ્રીલંકા

ઝિમ્બાબ્વે

પાકિસ્તાન/USA

લાઈવ સ્ટ્રીમિંગ વિગતો

ક્રિકેટ પ્રેમીઓ આ તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports) પર જોઈ શકશે. જો તમે મોબાઈલ પર મેચ જોવો છો, તો JioHotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. આ મેચોની મજા હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સહિત અનેક પ્રાદેશિક ભાષાઓમાં માણી શકાશે.

સેમિફાઈનલ અને ફાઈનલનું ગણિત

ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ 4 માર્ચે કોલકાતા/કોલંબો અને બીજી સેમિફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડેમાં રમાશે. ફાઈનલ મેચ 8 માર્ચના રોજ રમાવાની છે. જોકે, અહીં એક મહત્વનો વળાંક એ છે કે, જો પાકિસ્તાન સેમિફાઈનલ કે ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તો તેમની મેચો શ્રીલંકા માં રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં નહીં પહોંચે, તો ફાઇનલ મેચ અમદાવાદમાં જ થશે.

પાકિસ્તાન માટે કરો યા મરો : ગ્રુપ A નું સમીકરણ

આજે (18/02/2026) પાકિસ્તાન અને નામિબિયા વચ્ચે મેચ છે. પાકિસ્તાન માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. જો પાકિસ્તાન હારી જશે, તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને USA સુપર-8 માં ક્વોલિફાય થશે. USA ના 4 પોઈન્ટ્સ છે અને તેમનો Net Run Rate (NRR) પાકિસ્તાન કરતાં ઘણો સારો છે.

ગ્રુપ A પોઈન્ટ ટેબલની સ્થિતિ:

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ્સ

NRR

સ્થિતિ

ભારત

3

3

0

6

+3.050

ક્વોલિફાઈડ

USA

4

2

2

4

+0.788

દાવેદાર

પાકિસ્તાન

3

2

1

4

-0.403

જોખમ

નેધરલેન્ડ્સ

3

1

2

2

-1.352

બહાર

નામિબિયા

3

0

3

0

-2.443

બહાર

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now