Home Sports T20 World Cup This Indian Player Is Feared In The New Zealand Team

T20 World Cup; ન્યુઝીલેન્ડની ટીમમાં આ ભારતીય ખેલાડીનો ડર! : ફાઇનલ મેચ પહેલા કિવી ટીમના Glenn Phillips એ કર્યો મોટો ખુલાસો

T20 World Cup; ન્યુઝીલેન્ડની ટીમમાં આ ભારતીય ખેલાડીનો ડર!
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 01:25 PM IST

T20 World Cup : T20 વર્લ્ડકપ 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સમગ્ર ક્રિકેટ જગતની નજર 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ પર ટકેલી છે. પરંતુ મેચ શરૂ થાય તે પહેલા જ ન્યુઝીલેન્ડના કેમ્પમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક અલગ જ પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે. કિવી બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે સ્વીકાર્યું છે કે, બુમરાહ સામે રમવું તેમના માટે સૌથી મોટો પડકાર હશે.

સેમીફાઇનલમાં બુમરાહનો તરખાટ

ભારતે સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને 7 રનથી હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી છે. આ જીતનો અસલી હીરો જસપ્રીત બુમરાહ રહ્યા હતા. તેમની ઘાતક બોલિંગે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણિયે લાવી દીધા હતા. બુમરાહના આ પ્રદર્શનથી ન્યુઝીલેન્ડની ટીમ સાવધ થઈ ગઈ છે અને ફાઇનલ પહેલા જ તેની તોડ શોધવા મથી રહી છે.

ગ્લેન ફિલિપ્સનો મોટો ખુલાસો

અમદાવાદમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડી ગ્લેન ફિલિપ્સે પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "બુમરાહ એક મહાન બોલર છે અને તેની પાસે બોલિંગમાં અદભૂત વેરિએશન છે. ખાસ કરીને ડેથ ઓવરોમાં તેની લાઇન અને લેન્થ પર કાબૂ મેળવવો કોઈપણ બેટ્સમેન માટે મુશ્કેલ કામ છે."

"બુમરાહ પણ માણસ છે" - કિવી ટીમની રણનીતિ

ફિલિપ્સે પોતાની વાતમાં થોડો આત્મવિશ્વાસ ઉમેરતા કહ્યું કે, "ભલે તે શ્રેષ્ઠ હોય, પણ આખરે બુમરાહ પણ એક માણસ છે. તેનો પણ કોઈ દિવસ ખરાબ હોઈ શકે છે. અમે આશા રાખીએ છીએ કે, ફાઇનલના દિવસે તે લાઇન-લેન્થ ચૂકે. જો તે સહેજ પણ ભૂલ કરશે, તો અમે તે તકનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છીએ." ન્યુઝીલેન્ડની આ રણનીતિ સ્પષ્ટ કરે છે કે, તેઓ બુમરાહના ખરાબ બોલની રાહ જોશે.

વર્લ્ડ કપ 2026 માં બુમરાહનું શાનદાર ફોર્મ

ચાલુ ટૂર્નામેન્ટમાં બુમરાહના આંકડા કોઈના પણ હોશ ઉડાવી દે તેવા છે. તેમણે અત્યાર સુધી 7 મેચમાં 15.90 ની એવરેજથી 10 વિકેટ ઝડપી છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેનો ઇકોનોમી રેટ માત્ર 6.62 છે, જે ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે, રન ન આપવા બાબતે તે ખૂબ જ શાનદાર સાબિત થયો છે.

ન્યુઝીલેન્ડ સામે બુમરાહનો રેકોર્ડ

ઐતિહાસિક રીતે જોઈએ તો ન્યુઝીલેન્ડ સામે બુમરાહનો હાથ હંમેશા ઉપર રહ્યો છે. તેને કિવીઝ સામે 14 T20 મેચમાં 16 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ 7.05 રહ્યો છે, જે દર્શાવે છે કે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો સામે તેને રમવું હંમેશા અઘરું પડે છે. હવે જોવાનું એ રહેશે કે 8 માર્ચે અમદાવાદના મેદાનમાં બુમરાહ ફરી એકવાર 'બૂમ-બૂમ' કરે છે કે પછી કિવી બેટ્સમેનો કોઈ ચમત્કાર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now