Home Sports T20 World Cup The Grand Battle To Win The Trophy Begins At The Narendra Modi Stadium

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર! : હાર્દિક, અક્ષર અને બૂમરાહની ઘાતક બોલિંગ સામે કીવી બેટર્સ લાચાર

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર!
Published by: Offbeat Team
| Last Updated: Mar 08, 2026, 05:10 PM IST

T20 World Cup : અમદાવાદમાં રમાઈ રહેલી T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ભારત જીતની એકદમ નજીક પહોંચી ગયું છે. 256 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 17 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવી શકી છે. હવે કીવી ટીમને જીતવા માટે બાકીની 4 ઓવરમાં અશક્ય જણાતા 113 રન કરવાના છે, એટલે કે દરેક ઓવરમાં 26 રનથી વધુની જરૂર છે.

ભારતીય બોલરોનો દબદબો

ન્યૂઝીલેન્ડની શરૂઆતથી જ ભારતીય બોલરોએ દબાણ બનાવી રાખ્યું હતું. અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા 3 મહત્વની વિકેટ ઝડપી છે, જેમાં ફિન એલન, ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિચેલનો સમાવેશ થાય છે. જસપ્રીત બુમરાહે પણ પોતાની આગવી શૈલીમાં બોલિંગ કરતા રચિન રવીન્દ્રને પેવેલિયન ભેગો કર્યો હતો. હાર્દિક પંડ્યાએ પણ માર્ક ચેપમેન અને સેટ બેટર ટિમ સીફર્ટને આઉટ કરીને ન્યૂઝીલેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

બુમરાહ અને અક્ષરનો ઘાતક સ્પેલ

જસપ્રીત બુમરાહે ચોથી ઓવરમાં જ ભારતને સફળતા અપાવી હતી, જ્યારે અક્ષર પટેલે મિડલ ઓવરોમાં કીવી બેટર્સને સેટ થવા દીધા ન હતા. વરુણ ચક્રવર્તીની એક ઓવરમાં મિચેલ સેન્ટનરે બે છગ્ગા ફટકારી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિશાળ ટાર્ગેટ સામે તે અપૂરતો સાબિત થયો છે. ન્યૂઝીલેન્ડની 8 વિકેટ પડી ગઈ છે અને ભારત હવે માત્ર 2 વિકેટ દૂર છે.

ભારતીય ઇનિંગના ઐતિહાસિક રેકોર્ડ્સ

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 255/5 નો સ્કોર બનાવ્યો હતો, જે T20 વર્લ્ડ કપ ફાઇનલનો સૌથી મોટો સ્કોર છે. સંજુ સેમસને 89 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. અભિષેક શર્મા (52) અને ઈશાન કિશન (54) ની અડધી સદીઓએ ટીમને મજબૂત પાયો આપ્યો હતો. ભારતે પાવરપ્લેમાં 92 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેને કીવી બોલરોને દબાણમાં લાવી દીધા હતા.

ચેમ્પિયન બનવાની તૈયારી

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હવે ભારતીય ફેન્સના નાદથી ગુંજી રહ્યું છે. જે મેદાન પર 2023 માં નિરાશા મળી હતી, ત્યાં જ હવે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં જ T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરે તેવી પૂરી શક્યતા છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND) : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ (NZ) : મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, જિમી નીશમ, મેટ હેનરી, જેકબ ડફી અને લોકી ફર્ગ્યુસન.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ!: હાર્દિક પંડ્યાનો માહિકા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ!

વર્લ્ડ કપ જીતીને સૂર્યા સંતુષ્ટ નથી, ટીમ ઈન્ડિયા માટે કરી એનાઉન્સમેન્ટ: 3 વર્ષમાં 3 ICC ટ્રોફી, હવે ભારત રચશે નવો ઈતિહાસ!

વર્લ્ડ કપ જીતીને સૂર્યા સંતુષ્ટ નથી, ટીમ ઈન્ડિયા માટે કરી એનાઉન્સમેન્ટ

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે!: વિશ્વ વિજેતા સૂર્યાનું અડાલજમાં ભવ્ય સ્વાગત

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે!
Play Video

T20 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થશે ધનવર્ષા!: ટીમ ઈન્ડિયાને મળશે ICC તરફથી 27.5 કરોડની ઈનામી રકમ

T20 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થશે ધનવર્ષા!

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી!: વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં કપલ વચ્ચે થયો ઝઘડો

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી!

મેચ જીત્યા બાદ કેમ વર્લ્ડ કપ લઈને આ હનુમાન મંદિરે પહોંચી ટીમ ઇન્ડિયા?: કોચ-કેપ્ટન અને જય શાહ જે મંદિરે પહોંચ્યા હતા તેની થઈ રહી છે ભારે ચર્ચા

મેચ જીત્યા બાદ કેમ વર્લ્ડ કપ લઈને આ હનુમાન મંદિરે પહોંચી ટીમ ઇન્ડિયા?

જીતના જશ્નમાં બધા હાજર હતા ત્યારે ક્યાં ગાયબ હતો કોહલી?: શું ગંભીર સાથેના વિવાદના કારણે વિરાટે કરી લીધી છે ટીમથી દૂરી?

જીતના જશ્નમાં બધા હાજર હતા ત્યારે ક્યાં ગાયબ હતો કોહલી?

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન: ચેમ્પિયન બન્યા બાદ આ શું બોલ્યો સિરાજ? સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ: ભારત અને ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓ વચ્ચે જે રીતે ચાલુ મેચમાં ઝઘડો થયો એ દ્રશ્યો કરોડો લોકોએ જોયા

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા": ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ બન્યા બાદ સંજુ સેમસને કહ્યું; "હું સચિન સર સાથે સતત સંપર્કમાં હતો, તેમણે મને દિશા બતાવી"

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા"

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી: ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો: ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં સૌથી મહત્ત્વની હતી આ 4 ગુજરાતીઓની ભૂમિકા!

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન: વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખાસ પોસ્ટ, જુઓ ગૌતમ ગંભીર વિશે આ શું લખ્યું?

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય: હરીફ ટીમો તેને સમજી શકે તે પહેલાં તો ટીમ ઇન્ડિયાના હાથમાં હતો World Cup

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય

INDIA IS CHAMPION!: અમદાવાદમાં ભારતનો ભવ્ય વિજય, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ત્રીજીવાર જીત્યો T20 World Cup

INDIA IS CHAMPION!

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?: ભારતને વિશ્વ ચેમ્પિયન બોલર આપનાર કોચની કહાણી

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન: આજની મેચમાં આ ત્રણ ગુજરાતીઓ ચાલી ગયા તો ભારતનો વર્લ્ડ કપ પાક્કો

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ: ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર?: શું ફાઈનલ જીતવા આ બે વર્લ્ડ નંબર-1 ખેલાડીઓને બહાર બેસાડશે ભારત?

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર?